Surat : સ્પોર્ટસ બાઇકની ચોરી કરનાર યુવકની ધરપકડ, તપાસમાં દુષ્કર્મ સહિતના ગુનાઓ સામે આવ્યા

|

May 03, 2022 | 2:16 PM

સુરતમાં સ્પોર્ટસ બાઇક (Sports Bike) ચલાવવાનો શોખ પૂરો કરવા માટે KTM બાઇક ચોરી કરનાર પાંડેસરાના ગેરેજ મિકેનીક અને તેના મિત્રને ખટોદરા પોલીસે ઝડપી પાડયા છે.

Surat : સ્પોર્ટસ બાઇકની ચોરી કરનાર યુવકની ધરપકડ, તપાસમાં દુષ્કર્મ સહિતના ગુનાઓ સામે આવ્યા
Khatodara Police Station

Follow us on

સુરતમાં(Surat)  છેલ્લા ઘણા સમયથી ગુનાઓ (Crime) વધતા જોવા મળી રહ્યા છે. સુરતના ખટોદરા પોલીસે (Khatodara Police) બાતમીના આધારે બાઈક ચોરી કરનાર બંને યુવકોને પકડી પાડ્યા છે. બાતમીના આધારે જ ખટોદરા પોલીસે બમરોલી ખાડી બ્રિજ નજીક કોમલ સર્કલ પાસેથી કેટીએમ બાઇક(KTM Bike)  પર જઇ રહેલા રતનદીપ ઉર્ફે રતન નંદલાલ મૌર્યા અને જીતેન્દ્ર સોની ઉર્ફે શશીને ઝડપી પાડી બાઇક કબ્જે કરી હતી. બાઇક બાબતે પૂછતાં કોઈ સરખો જવાબ ન મળતા પોલીસે શંકા ગઈ હતી અને બાદમાં તેની અટકાયત કરવામાં આવી હતી.

આરોપીને ગુનાઓ સાથે જુનો સંબધ

પોલીસ પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.આ યુવકે અગાઉ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ કર્યું હતુ.તમને જણાવી દઈએ કે, દુષ્કર્મ આચરનાર રતન ગેરેજનુ કામ કરે છે અને કેટીએમ બાઇકનું લોક કઇ રીતે તોડીને ચાલુ કરી શકાય તે સારી રીતે જાણતો હતો. આ આવડતનો ઉપયોગ કરી તેણે બાઇક ચોરી કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, પાંડેસરા વિસ્તારમાં રહેતા સૂર્યકાંત નામનો યુવાન તેના તાંત્રિક મિત્ર સાથે ભાવનગર ગયો હતો. જ્યાં તે ફસાઈ ગયો હતો.

આ સૂર્યકાંતને છોડાવવા માટે તેની પત્નીને મદદરૂપ થવાના બહાને શશી તેની સાથે ભાવનગર ગયો હતો. જે અંતર્ગત શશીએ સૂર્યકાંતની પત્નીને ચાલુ બસમાં ચપ્પુની અણીએ બાનમાં લઇ બે વખત દુષ્કર્મ કર્યુ હતું.આ ગુનામાં શશી હાલ જામીન મુક્ત છે.હાલમાં તો ખટોદરા પોલીસે આ યુવકને ચોરીના ગુના ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વધતી ગુનાખોરીને પગલે સુરત તંત્ર સતર્ક

છેલ્લા ઘણા સમથી સુરતના કેટલાક વિસ્તારોમાં સતત બાઈક ચોરીની ઘટના સામે આવતી રહે છે, જેમાં યુવકો બાઈક ચોરી કરીને મોજશોખ માટે ચોરી કરતા હોય છે અને જ્યારે બાઈકમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવી ને જ્યાં હોય ત્યાં બાઇકો મૂકીને ફરાર થઇ જતાં હોવાનુ ઘણા કેસમાં સામે આવી ચૂક્યુ છે. જ્યારે કેટલાક ઈસમો બાઇકો ચોરી કરી જેટલા રૂપિયા મળે તેટલમાં વેચી દેતા હોય છે જેથી આવા ઈસમોને પકડવા માટે સુરત પોલીસ દ્વારા થોડા-થોડા દિવસે ડ્રાઈવ રાખવામાં આવી રહી છે.

Next Article