Surat: 27 ગામનો સમાવેશ કોર્પોરેશનમાં થવાથી શહેરનો વિસ્તાર 475 ચોરસ કિલોમીટર થયો, સુવિધાઓ આપવા SMCએ પોતાની તિજોરી ખોલવી પડશે

|

Dec 16, 2021 | 5:24 PM

આ વિસ્તારોમાં ડ્રેનેજ, ઘર-પાણી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા, બાગ-બગીચા અને અન્ય સુવિધાઓ અને મનોરંજનના પ્રોજેક્ટ માટે લગભગ ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે.

Surat: 27 ગામનો સમાવેશ કોર્પોરેશનમાં થવાથી શહેરનો વિસ્તાર 475 ચોરસ કિલોમીટર થયો, સુવિધાઓ આપવા SMCએ પોતાની તિજોરી ખોલવી પડશે
Surat Municipal Corporation

Follow us on

સુરત કોર્પોરેશન (SMC) માં નવા સમાવિષ્ટ વિસ્તારોના મિલકતધારકોને વેરા બિલ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ વિસ્તારોમાં લગભગ 1.5 લાખ મિલકતો (Buildings) કરવેરા હેઠળ આવી છે. તેનાથી મહાનગરપાલિકાની તિજોરીમાં વેરા બિલના રૂપમાં આવકમાં વધારો થશે. પરંતુ નવા સમાવિષ્ટ વિસ્તારોનો વિકાસ કરવા અને ઘર સુધી જાહેર સુવિધાઓ આપવા માટે પાલિકાએ પોતાની તિજોરી પણ ખાલી કરવી પડશે.

 

નવા સમાવિષ્ટ વિસ્તારોના વિકાસ માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે આ વિસ્તારોમાં રહેતા લોકોને વેરા બિલ મોકલવાનું શરૂ કર્યું છે. શહેરના વિસ્તરણ દરમિયાન 27 ગામ અને બે નગર પંચાયતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવી ગઈ હતી. તે પછી શહેરનો વિસ્તાર 329 ચોરસ કિલોમીટરથી વધીને 475 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

નવા વિસ્તારોમાં કોમર્શિયલ અને રહેણાંક મિલકતોની નોંધણી પણ પૂર્ણ થઈ ગઈ છે. મહાનગરપાલિકાના રેકર્ડમાં નવા વિસ્તારોની 1.53 લાખ મિલકતોની નોંધણી કરવામાં આવી છે. આ મિલકતોમાંથી મહાનગરપાલિકાને મિલ્કત વેરા તરીકે રૂ. 17 કરોડથી વધુની આવક થશે. વપરાશકર્તાઓએ યુઝર ચાર્જ ચૂકવવો પડશે નહીં, નવા વિસ્તારોમાં સચિન અને કનકપુર કનસાડ નગરપાલિકા અને 27 ગામના લોકોને યુઝર ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

વિકાસ પર ખર્ચ થશે 4 હજાર કરોડ 

મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારો શહેરના વેસુ અને અન્ય અન્ય સમાવિષ્ટ વિસ્તારોના વિકાસ માટે મહાનગરપાલિકાએ તેની તિજોરી ખોલવાની રહેશે. આ વિસ્તારોમાં ડ્રેનેજ, ઘર-પાણી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા, બાગ-બગીચા અને અન્ય સુવિધાઓ અને મનોરંજનના પ્રોજેક્ટ માટે લગભગ ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આ વિસ્તારો સિવાય શહેરની મર્યાદામાં સમાવિષ્ટ તમામ લોકો પાસેથી યુઝર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે, નવા સમાવિષ્ટ વિસ્તારોના લોકોને લગભગ રૂ.100 કરોડની કર મુક્તિ આપવામાં આવી છે.

 

ઝોન વાઈઝ      મિલકતોની સંખ્યા                        કરવેરો
રાંદેર ઝોન             2,33,808                                      132.64
સેન્ટ્રલ ઝોન            1,97,810                                       231.33
કતારગામ ઝોન       3,15,691                                    190.43
વરાછા ઝોન એ         2,48,992                                  181.61
વરાછા ઝોન બી        1,90,645                                 94.93
ઉધના ઝોન એ-બી      4,56,204                            321.47
અઠવા ઝોન               1,89,973                               185.79
લીંબાયત ઝોન           3,39,701                               197.25
કુલ                       21,72,524                             1535.14

 

 

નવા સમાવિષ્ટ વિસ્તારોની વાત કરીએ તો નવા વિસ્તારોમાં અંદાજે અત્યાર સુધી દોઢ લાખ જેટલી મિલ્કતો રજીસ્ટર્ડ થઈ છે. જેની સામે કોર્પોરેશનને 17 કરોડ જેટલી અંદાજે આવક થવાની સંભાવના છે અને તેની સામે કોર્પોરેશને આ વિસ્તારોના વિકાસ માટે તિજોરી પણ ખાલી કરવી પડશે એ નક્કી છે.

 

 

આ પણ વાંચો : SURAT : મોબાઇલ ફોનમાં વાત કરતા-કરતા યુવક મશીનમાં ફસાયો, જાણો પછી શું થયું ?

 

આ પણ વાંચો : Surat : વેક્સિનેશન માટે ફ્રી ની સ્કીમ આપ્યા પછી હવે કોર્પોરેશન તેવર બતાવશે, વેક્સીન નહીં લેનારને મળશે આ સજા

 

 

Next Article