Surat: રાંદેરમાં ચોરીના કેસના ધરપકડ કરાયેલ યુવાન રીઢો ગુનેગાર નીકળ્યો, અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો

|

Sep 25, 2022 | 7:26 PM

સુરતના(Surat)રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી એક ટ્રાવેલ્સની ઓફિસમાં હતા અને ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 5.45 લાખની ચોરી કરી (Theft)ફરાર થઈ ગયા હતા. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રાંદેર પોલીસે(Rander)  સીસીટીવી કેમેરા ની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો

Surat: રાંદેરમાં ચોરીના કેસના ધરપકડ કરાયેલ યુવાન રીઢો ગુનેગાર નીકળ્યો, અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો
Surat Police Arrest Theft Accused

Follow us on

સુરતના(Surat)રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી એક ટ્રાવેલ્સની ઓફિસમાં હતા અને ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 5.45 લાખની ચોરી કરી (Theft)ફરાર થઈ ગયા હતા. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રાંદેર પોલીસે(Rander)  સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનનો ના નવ જેટલા ગુના માં આ આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે. સુરતમાં મોજશોખ માટે નાની ઉમરથીજ ચોરી ના રવાડે ચડેલા ચોરો નો આતંક જોવા મળી રહ્યો છે..સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

જેમાં ટ્રાવેલ્સની ઓફિસ બંધ હતી તે દરમ્યાન એક ઈસમ ઓફિસના દરવાજનો નકુચો તોડી ઓફિસ માં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 5.45 લાખ ચોરી ફરારથી ગયો હતો.ઘટના ની જાણ ઓફિસ માલિક ને થતા ઘટના અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આથી રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડ્યો હતો આ આરોપી નાની ઉંમરથી જ ચોરી ના રવાડે ચડ્યો હતો.આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો ચોરી માટે પસંદ કરતો હતો અને દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડની ચોરી કરતો હતો.પોલીસે આરોપી મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના નવ જેટલા ગુનાઓ નો ભેદ ઉકેલાયો હતો.હાલ મહંમદ સલમાન ની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે..

Published On - 7:22 pm, Sun, 25 September 22

Next Article