Surat : હર્ષ સંઘવીના પંજાબના CM પર પ્રહાર, પંજાબની જેલોમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે
ગુજરાતના(Gujarat) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) ડ્રગ્સ (Drugs) મુદ્દે પંજાબની આમ આદમી પાર્ટીની(AAP) સરકાર પર પ્રહાર કર્યા. સંઘવીએ જણાવ્યું કે પંજાબ સરકારને ગુજરાત મુદ્દે બોલવાનો અધિકાર નથી.
ગુજરાતના(Gujarat) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghavi) ડ્રગ્સ (Drugs) મુદ્દે પંજાબની આમ આદમી પાર્ટીની(AAP) સરકાર પર પ્રહાર કર્યા. સંઘવીએ જણાવ્યું કે પંજાબ સરકારને ગુજરાત મુદ્દે બોલવાનો અધિકાર નથી.પંજાબની જેલોમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે..સંઘવીએ આક્ષેપ કર્યો કે ગુજરાત પોલીસે પંજાબ સરકારને ડ્રગ્સની માહિતી આપી હતી..તેમ છતા હજુ સુધી પંજાબ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી..પંજાબ સરકાર ડ્રગ્સ માફિયાઓને છાવરે છે..તેમણે પંજાબ સરકાર પર ગુજરાત પોલીસને બદનામ કરવાનો આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત સુરતમાં પીએમ મોદીના પ્રવાસને લઇ તંત્ર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. તંત્ર તડામાર તૈયારીમાં લાગ્યું છે..ત્યારે સુરતમાં કાર્યક્રમ સ્થળે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યાં હતા અને તૈયારીઓ અંગે નિરીક્ષણ કર્યું..આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે પીએમ મોદીને આવકાર માટે મોટી સંખ્યામાં લોકો આતૂર છે..લોકોને કોઇ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરાઇ છે..પોલીસ પણ સજ્જ છે..સાથે જ કહ્યું કે લોકોએ સ્વંભૂ સ્વાગતની માગેલી મંજૂરી પણ પોલીસે આપી દીધી છે..અંદાજે 40 જેટલા સ્વાગત પોઇન્ટ બનાવવામાં આવ્યા છે..તો હર્ષ સંઘવીએ દાવો કર્યો કે પીએમના કાર્યક્રમમાં બે લાખથી પણ વધુ લોકો હાજર રહેશે