Surat : લિફ્ટમાં કિશોરી સાથે યુવકે છેડતી કરી, પોલીસે ફરિયાદ બાદ યુવકની ધરપકડ કરી

|

Sep 21, 2022 | 9:56 PM

સુરતના(Surat)અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની(Physical Harassment)ગંભીર ઘટના સામે આવી છે.બિલ્ડીંગના લિફ્ટમાં(Lift)27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અસલી હરકતો કરી છેડતી કરી હતી.

Surat : લિફ્ટમાં કિશોરી સાથે યુવકે છેડતી કરી, પોલીસે ફરિયાદ બાદ યુવકની ધરપકડ કરી
Surat Adajan Police Station Arrest Accused

Follow us on

સુરતના(Surat)અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની(Physical Harassment)ગંભીર ઘટના સામે આવી છે.બિલ્ડીંગના લિફ્ટમાં(Lift)27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અસલી હરકતો કરી છેડતી કરી હતી. આ ઘટનાને પગલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે છેડતી કરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવી છે.સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા યુવકે બિલ્ડીંગના લિફ્ટમાં છેડતી કરી હતી. 27 વર્ષીય સાગર પટેલ નામના વિકૃતિ યુવકે લિફ્ટમાં 15 વર્ષીય કિશોરીની સામે અશ્લીલ હરકતો કરી હતી.કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો.લિફ્ટમાં બાળકી અને યુવક જ હતા.

આ દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે ગંભીર અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું યુવકે બાળકીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી બાદમાં કિશોરીએ રડતા રડતા સમગ્ર હકીકત ઘરે જઈ તેના માતા પિતાને કહી હતી ઘટનાની ગંભીરતાને જોતા માતા પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે કિશોરીની ફરિયાદ લઈ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

લીફટના સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો

15 વર્ષીય કિશોરી દ્વારા રડતા રડતા સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળી માતા પિતામાં યુવક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે લિફ્ટમાં સીસીટીવી હતા. ત્યારે બાળકીની વાત સાચી છે કે ખોટી તે જાણવા લિફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જ્યાં લિફ્ટના સીસીટીવી ચેક કરતાની સાથે જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. યુવકની અશ્લીલતાના પુરાવા સાથે માતા-પિતા અડાજણ પોલીસ મથક ગયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ વિકૃત યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ વિકૃત યુવક સાગર પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ખાસ કરીને મહિલાઓ કે બાળકીઓ છેડતી ,બળાત્કાર જેવા કિસ્સાઓમાં ગુનાઓ કરનાર શિક્ષિત વર્ગના આરોપીઓ નથી હોતા પરંતુ અડાજણમાં કિશોરી સાથે છેડતીના આ બનાવમાં શિક્ષિત યુવક દ્વારા આવી હરકત કરવામાં આવી છે. અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટી નેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરે છે.

Published On - 9:53 pm, Wed, 21 September 22

Next Article