Surat: ક્રોસ વોટિંગથી શિક્ષણ સમિતિમાં હવે AAPનો ફક્ત એક જ સભ્ય બેસશે, પરિણામ બાદ ભારે હંગામો, પોલીસ બોલાવવી પડી

|

Jun 25, 2021 | 9:11 PM

ભાજપે માંગણી ન સ્વીકારાતા ભારે હંગામો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સિક્યોરિટી સ્ટાફ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી થતા પોલીસ પણ બોલાવવી પડી હતી.

Surat: ક્રોસ વોટિંગથી શિક્ષણ સમિતિમાં હવે AAPનો ફક્ત એક જ સભ્ય બેસશે, પરિણામ બાદ ભારે હંગામો, પોલીસ બોલાવવી પડી

Follow us on

Surat: સુરત મનપા (SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી 21 વર્ષ પછી યોજાઈ હતી અને અપેક્ષા પ્રમાણે તે ભારે હંગામી પણ રહી હતી. પરિણામ આવ્યા બાદ તરત જ ભાજપ (BJP) અને આપ (AAP)ના નગરસેવકો સામસામે આવી ગયા હતા અને ભારે હુંસાતુંસીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પરિણામમાં ભાજપના 6 અને ભાજપ પ્રેરિત અન્ય એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

 

જ્યારે આપના ફક્ત એક જ ઉમેદવારની જીત થતા ક્રોસ વોટિંગ થયુ હોવાનું સમજી શકાય છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કુલ 8 બેઠકો માટે 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના 6 ઉમેદવાર, આપના 2 ઉમેદવાર અને ભાજપ પ્રેરિત 1 અપક્ષનો ઉમેદવાર હતા. જેમાં ભાજપના 7 ઉમેદવાર જીતતા આપ પક્ષના નગરસેવકોએ પરિણામ પર સવાલ ઉઠાવ્યો હતો અને બેલેટ પેપર સંતાડયા હોવાનો આક્ષેપ ભાજપ પર કર્યો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

ભાજપે માંગણી ન સ્વીકારાતા ભારે હંગામો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સિક્યોરિટી સ્ટાફ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી થતા પોલીસ પણ બોલાવવી પડી હતી. ભાજપમાં સંજય પાટીલને 122, યશોધર દેસાઈને 107, રાજેન્દ્ર પટેલને 107, નિરંજના જાનીને 106, શુભમ ઉપાધ્યાયને 106, અરવિંદ કાકડીયાને 100, અપક્ષના રાકેશ ભીખડીયાને 95 જ્યારે આપના રાકેશ હિરપરાને 110 અને આપના હારેલા ઉમેદવાર રમેશ પરમારને 95 મત મળ્યા હતા.

 

ક્રોસ વોટિંગના કારણે આપના કોર્પોરેટરની હાર થઈ હોવાની ચર્ચા છે. જોકે હાર પચાવી ન શકનાર આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા કચેરી પર ભારે હોબાળો થયો હતો. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત આપના અન્ય કોર્પોરેટરોને કોલર પકડીને ધક્કા માર્યા હોવાના પણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 123 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, ડેલ્ટા પ્લસ વેરીએન્ટના નવા બે કેસો

 

આ પણ વાંચો: Sabarkantha: કોરોનાકાળમાં માનસિક દબાણ અનુભવતા નાગરીકોને મદદ કરવા પોલીસનો પ્રયાસ, ઉભી કરી ખાસ સુવિધા

Published On - 9:10 pm, Fri, 25 June 21

Next Article