Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 123 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, ડેલ્ટા પ્લસ વેરીએન્ટના નવા બે કેસો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 25 જૂને "બધાને વેક્સિન, મફત વેક્સિન" અભિયાન અંતર્ગત 3,58,332 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,95,965 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 123 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, ડેલ્ટા પ્લસ વેરીએન્ટના નવા બે કેસો
રચનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 8:12 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુ તથા એક્ટીવ કેસો સતત ઘટતા જઈ રહ્યા છે અને રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. આવામાં કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરીએન્ટ (Delta Plus variant) ના કેસો પણ સામે આવ્યા છે. આથી ભલે પહેલી અથવા બીજી લહેરમાં કોરોના સંક્રમણ ન થયું હોય, રસીકરણ થઇ ગયું હોય તો પણ નાગરિકોએ સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના નવા બે કેસો રાજ્યમાં આજે 25 જૂને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીએન્ટ (Delta Plus variant) ના નવા બે કેસો સામે આવ્યા છે. પ્રથમ કેસ સુરતમાંથી છે જ્યાં 27 વર્ષીય યુવકના શરીરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના જીનોમ હોવાનું સામે આવ્યું છે. બીજો કેસ વડોદરામાંથી છે જ્યાં 38 વર્ષીય મહિલાના શરીરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના જીનોમ મળ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ડેલ્ટા પ્લસ વેરીએન્ટ (Delta Plus variant) ના આ બંને વ્યક્તિઓની તબિયત સ્થિર છે અને તેઓને હાલ કોઈ લક્ષણો નથી.

કોરોના નવા 123 કેસ, 3 દર્દીના મૃત્યુ રાજ્યમાં આજે 25 જૂનના રોજ કોરોનાના નવા 123 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,010 થઇ છે અને મૃત્યુઆંક 10,૦045 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, ગીર સોમનાથ જિલ્લામાં 1 અને જામનગર શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અમદાવાદમાં 27 નવા કેસ રાજ્યમાં આજે 25 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 27, સુરતમાં 15, વડોદરામાં 14, રાજકોટમાં 6, જામનગરમાં 3, જુનાગઢમાં 2 અને ગાંધીનગર શહેરમાં 1 કેસ જયારે ભાવનગર શહેર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

231 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 4116 થયા રાજ્યમાં આજે 25 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 231 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,08,849 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.28 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 4116 થયા છે, જેમાં 38 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 4078 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 4.44 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 25 જૂને “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત 3,58,332 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,95,965 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,42,60,703 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">