Surat: ઉકાઈ ડેમની જળ સપાટી 344 ફૂટે પહોંચી, ડેમ સતત પાંચમાં વર્ષે 100 ટકા ભરાશે
ઉકાઇ ડેમ સતત 5મા વર્ષે 100 ટકા ભરાશે. આજે બપોરે 12 કલાકે ડેમની સપાટી 344.06 ફૂટ પહોચી હતી. ડેમમાં પાણીની આવક 63354 કયુસેક અને જાવક પણ તેટલી જ નોંધાઈ હતી. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.ત્યારે હવે ઉકાઈ ડેમની જળસપાટી ભયજનકથી માત્ર એક ફૂટ જેટલી જ દૂર રહી છે.
Surat: સુરતમાં ગત મોડીરાતથી વરસાદી (Rain) માહોલ જોવા મળ્યો છે, આજે બપોર સુધી શહેરના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ આજે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની જળસપાટી 344 ફૂટ સુધી પહોચી ગઇ હતી. ઉકાઇ ડેમ સતત 5માં વર્ષે 100 ટકા ભરાશે.
સુરતમાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ગત મોડી રાતે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઉધના, લીંબાયતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી.વરસાદે થોડો સમય વિરામ લીધા બાદ ફરી શહેરના કાપોદ્રા, વરાછા, સરથાણા સહિતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસ્યો હતો.
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, તો બીજી તરફ વરસાદી માહોલ રહેતા નોકરી-ધંધા તેમજ સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓને રેઈનકોટ તેમજ છત્રી લઈને ભારે મુશ્કેલી વચ્ચે જવાની ફરજ પડી હતી.
ઉકાઇ ડેમ સતત 5માં વર્ષે 100 ટકા ભરાશે
ઉકાઇ ડેમ સતત 5મા વર્ષે 100 ટકા ભરાશે. આજે બપોરે 12 કલાકે ડેમની સપાટી 344.06 ફૂટ પહોચી હતી. ડેમમાં પાણીની આવક 63354 કયુસેક અને જાવક પણ તેટલી જ નોંધાઈ હતી. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.ત્યારે હવે ઉકાઈ ડેમની જળસપાટી ભયજનકથી માત્ર એક ફૂટ જેટલી જ દૂર રહી છે.
મહત્વનું છે કે ઉકાઈ ડેમ 345 ફૂટ સુધી ભરાશે તો સતત પાંચમા વર્ષે તે સંપૂર્ણ ભરાશે. ઉકાઈ ડેમ છેલ્લા 4 વર્ષથી સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવા માટે પુરતું પાણી મળી રહે છે.
કોઝવેની સપાટી 7.44 મીટર નોંધાઈ
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં કોઝવેની સપાટી પણ વધી હતી. આજે બપોરે 12 કલાકે સુરતમાં આવેલા કોઝવેની સપાટી 7.44 મીટર નોંધાઈ હતી. કોઝવે ઓવરફલો હોવાથી હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે.