Surat : VNSGU એ મિલાવ્યા આધુનિકતા સાથે કદમ, ચેટબોટ લોન્ચ કરનાર ગુજરાતની પહેલી યુનિવર્સીટી
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હવે સમય સાથે કદમ મિલાવીને આગળ વધી રહી છે. હવે યુનિવર્સીટી દ્વારા ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં એક સંદેશ પર યુનિવર્સીટીની તમામ માહિતી ઉપલબ્ધ રહેશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હવે આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 17,550 સ્કવેર કિલોમીટરનો વિસ્તાર ધરાવતી તેમજ સવા કરોડ જેટલી વસ્તીને યુનિવર્સીટી દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. જોકે સમયની સાથે કદમ મિલાવીને યુનિવર્સીટી હવે પોતાની સેવાઓને વધારે સુલભ બનાવી રહી છે. આને આગામી સ્વતંત્રતા પર્વથી વોટ્સએપ ચેટ બોટ લોન્ચ કરી રહી છે. જેમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબની માહિતી એકત્ર કરીને આ ચેટબોટમાં સમાવવામાં આવી છે.
ગુજરાતની પહેલી યુનિવર્સીટી વિદ્યાર્થીઓ અત્યંત સરળતાથી પોતાની જરૂરિયાત મુજબની માહિતી એક્સેસ કરી શકે તે હેતુ સાથે આ ચેટબોટ તૈયાર કરવામાં આવ્યું છે. ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પણ વિશ્વના કોઈપણ ખૂણેથી કોઈપણ વ્યક્તિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી વિશેની જાણકારી મેળવી શકે છે. ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેરબોટ સુવિધા વિકસાવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી છે.
આજે વોટ્સએપ મેસેન્જીંગ નાના મોટા સૌના માટે વાતચીત અને જોડાવાનું સરળ માધ્યમ છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ, ભવિષ્યના વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય કોઈપણ વ્યક્તિને યુનિવર્સીટી અંગેની કોઈપણ માહિતી આ ચેટબોટ પરથી આસાનીથી મળી શકશે.
કેવી રીતે એક્સેસ કરી શકાશે ? આ સિસ્ટમ એક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય કોઈપણ નાગરિકોએ 0261-2388888 નંબર પોતાના મોબાઈલમાં સેવ કરવાનો રહેશે. આ નંબર સેવ કર્યા પછી વોટ્સએપ થકી ફક્ત એક સંદેશો એ નંબર પર સેન્ડ કરવાથી ચેટબોટની સેવાઓ એક્ટિવ થઇ જશે અને 24 કલાક યુનિવર્સીટીની માહિતી પુરી પાડશે.
હાલમાં યુનિવર્સીટી અંગેની માંગઇતી, વિવિધ ડિપાર્ટમેન્ટની માહિતી, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી, હોલટિકિટની માહિતી, કોલેજો અંગેની માહિતી વગેરે આ સિસ્ટમમાં ફીડ કરવામાં આવી છે અને તબક્કાવાર યુનિવર્સીટીને સ્પર્શતી તમામ બાબતો ચેટ બોટ પરથી મળવાનું શરૂ થશે. વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ માહિતી જેમ કે હોલટિકિટ, પરિણામ, સર્ટિફિકેટ વગેરે પ્રવેશ વખતે આપેલા યુનીર્સીટીનાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને વન ટાઈમ પાસવર્ડ થકી વિદ્યાર્થીઓ જાતે જ એક્સેસ કરી શકશે.
આ પણ વાંચો :