Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે જીનોમ સિકવેન્સિંગ ટેસ્ટ થશે, સરકારે આપી મંજૂરી

|

Jul 14, 2021 | 5:29 PM

સુરત શહેરમાં હાલ કોરોના વાયરસની પકડ ઢીલી પડી છે. પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી યથાવત રાખી છે. થોડા સમય પહેલા સુરતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનો કેસ સામે આવ્યો હતો.

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે જીનોમ સિકવેન્સિંગ ટેસ્ટ થશે, સરકારે આપી મંજૂરી
Veer Narmad South Gujarat University

Follow us on

Surat: સુરતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ (Delta Plus)નો કેસ સામે આવ્યા બાદ સરકાર તેમજ સ્થાનિક સત્તાધીશો ગંભીરતાપૂર્વક તે દિશામાં કાર્યરત બન્યા છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અને તેના જુદા જુદા વેરીએન્ટને જાણવા તેમજ ઓળખવા ખૂબ જરૂરી છે. અત્યાર સુધી તેનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરાતો હતો. જેમાં ખૂબ વિલંબ પણ થતો હતો. પરંતુ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કોરોનાના જીનોમ સિકવન્સિંગ (Genome Sequencing) ટેસ્ટિંગની મંજૂરી આપવામાં આવી છે.

 

સુરત શહેરમાં હાલ કોરોના વાયરસની પકડ ઢીલી પડી છે. પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી યથાવત રાખી છે. થોડા સમય પહેલા સુરતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનો કેસ સામે આવ્યો હતો. જોકે તેની માહિતી બે મહિના પછી મળી હતી. જીનોમ સિકવન્સિંગથી જ કોરોનાના વેરિયન્ટની જાણકારી મળતી હોય છે. પરંતુ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા સેમ્પલોના ચકાસણીના રિપોર્ટ વિલંબથી આપવામાં આવતા હોવાથી કોરોનાવાયરસ વેરિયેન્ટની જાણકારી ઝડપથી મળી શકતી નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

સુરતમાં ડેલ્ટા પ્લસના વેરિયન્ટની હાજરી મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર વધુ તકેદારી રાખી રહ્યા છે. સતત બદલાતા વેરીયન્ટને ઝડપથી ઓળખી શકાય તે માટે જિનોમ સિકવેન્સિંગ સ્થાનિક સ્તરે થાય તે માટે કમિશનર બંછાનિધિ પાની રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી.

 

રાજ્ય સરકારે પણ કમિશનરની વિનંતીને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક ડિપાર્ટમેન્ટમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના સહયોગથી ટેસ્ટિંગની કામગીરી માટે સરકારે મંજૂરી આપી દીધી છે. જેથી આગામી ટૂંક સમયમાં યુનિવર્સિટીના બાયોટેક ડિપાર્ટમેન્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે.

 

જીનોમ સિકવેન્સિંગ (Genome Sequencing) એટલે શું? 

 

કોરોના ઝડપથી કાબૂમાં આવતો નથી એનું કારણ તેના વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો રહે છે. જીનોમ એટલે કે જીવ મનુષ્યમાં વાયરસની આનુવંશિકતા અને તેની ચેઈન એટલે જીનોમ સિકવન્સિંગ. વિશ્વમાં એક હજાર જેટલા જીનોમ ઓળખાયા છે. જેથી તેની સિકવન્સિંગ અંગેની વિગતો મળે તો તેને ઓળખીને મહામારી અટકાવી શકાય છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડામાં 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, 3 આરોપીઓ પોલીસ સકંજામાં

Next Article