Ahmedabad: ચાંદખેડામાં 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, 3 આરોપીઓ પોલીસ સકંજામાં

15 વર્ષિય સગીરાને બે યુવકો મિત્રતા કેળવી અને સગીરાને મળવાના બહાને બહાર બોલાવી કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ જવામાં આવી હતી.

Ahmedabad: ચાંદખેડામાં 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, 3 આરોપીઓ પોલીસ સકંજામાં
રચનાત્મક તસ્વીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 14, 2021 | 5:09 PM

Ahmedabad: શહેરના ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ સામૂહિક દુષ્કર્મ (Gangrap) કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજ (Adalaj) ની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ સગીરાની ઇજ્જત લૂંટી હતી. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદગારી કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા. જે અંગે ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 3 આરોપીની ધરપકડ કરી છે.

ચાંદખેડાના જગતપુરમાં રહેતી 15 વર્ષિય સગીરાને બે યુવકો મિત્રતા કેળવી અને સગીરાને મળવાના બહાને બહાર બોલાવી કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ જવામાં આવી. જ્યાં 2 મિત્રો શૈલેશ ભરવાડ અને વિજય ભરવાડે સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખી હતી. જેથી સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળતા તે બેભાન થઈ ગઈ. અને બાદમા અન્ય આરોપી વિજય ભરવાડની મદદથી સગીરાને હોસ્પિટલમાં મૂકી ત્રણેય નરાધમો ભાગી ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Ahmedabad two youths gang-raped 15-year-old minor in Chandkheda area, 3 accused in police custody

ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે સગીરાને જગતપુરમાં જ રહેતા 23 વર્ષીય વિજય ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. ત્યારબાદ આરોપી વિજય ભરવાડના મિત્ર મકરબામાં રહેતો 19 વર્ષીય વિજય ભરવાડને સગીરાનો મોબાઇલ નંબર આપ્યો હતો. જે બાદ 10 જુલાઈએ મકરબા રહેતો વિજયનો મિત્ર શૈલેષે સગીરાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આરોપી વિજય સાથે ફોન કરનાર મિત્ર શૈલેષ સાથે કારમાં ત્યાં ઊભો હતો. સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલના રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી 19 વર્ષીય વિજય ભરવાડે દુષ્કર્મ કર્યું અને બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને દુષ્કર્મ કરવાના ઇરાદે હોટલમાં લઇ જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

જેથી પોલીસે જગતપુર જઈ હોટલના સીસીટીવી તથા રેકોર્ડ અને સાયોંગીક પુરાવા એકઠા કર્યા છે. ત્યારે સગીરાના અપહરણ કરવા વપરાયેલી કાર 23 વર્ષીય વિજય ભરવાડની હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી વિજય ભરવાડની ચ્હાની કીટલી ચલાવે છે. ત્યારે અન્ય બે બળાત્કારી આરોપી કોઈ કામ ધંધો ન કરતા હોવાનું સામે આવ્યું છે.

ચાંદખેડા પોલીસે 19 વર્ષીય શૈલેશ ભરવાડ, 19 વર્ષીય વિજય ભરવાડ અને 23 વર્ષીય વિજય ભરવાડ આ ત્રણેય મિત્રોનાં ઘરે-સગાં- સંબંધીને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા, જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા હતા.

આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામા પોલીસ તપાસમા શું નવા ખુલાસા થશે છે તે જોવુ મહત્વનુ છે.

આ પણ વાંચો: Surat : ખેડૂતો માટે ખુશખબર, ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ-વેચાણ સંઘના સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ મળશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">