Surat : ગ્રીષ્મા વેકરિયાના પરિવારને દર્શના જરદોશના હસ્તે અર્પણ કરાયો વીમાનો ચેક

આ અંગેની એક પોસ્ટ (Post ) મંત્રી દર્શના જરદોશે મૂકી હતી. અને તેમણે લખ્યું હતું કે સુરતની લાડકી દીકરી ગ્રીષ્મા ના પરિવારને એક લાખનો ચેક અર્પણ કર્યો છે. આવી ઘટના ફરી વાર ન બને તેના માટે પણ યુવાવર્ગને માર્ગદર્શન આપવું જરૂરી છે.

Surat : ગ્રીષ્મા વેકરિયાના પરિવારને દર્શના જરદોશના હસ્તે અર્પણ કરાયો વીમાનો ચેક
Check given to Grishma's Family (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 10:18 AM

બેંકિંગ (Banking ) સેવા આપવાની સાથે સાથે સામાજિક (Social )પ્રવૃત્તિઓમાં સુરતની વરાછા કો-ઓ. બેંક હંમેશા આગળ રહી છે. ત્યારે કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજયમંત્રી(Minister ) દર્શના જરદોશના હસ્તે વડાપ્રધાન વીમા યોજના અને અન્ય વીમા સુરક્ષા યોજના અંતર્ગત મૃતક ખાતેદારોના પરિવારને વીમાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં વરાછા બેંકની સરથાણા શાખા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં દર્શના જરદોશ ના હસ્તે ગ્રીષ્મા વેકરીયાના પિતા નંદલાલભાઇને પણ એક લાખના વીમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ અંગેની એક પોસ્ટ મંત્રી દર્શના જરદોશે સોશિયલ મીડિયામાં મૂકી હતી. અને તેમણે લખ્યું હતું કે સુરતની લાડકી દીકરી ગ્રીષ્મા ના પરિવારને વીમા ચેક સુપ્રત કર્યો. આવી ઘટના ફરી વાર ન બને તેના માટે પણ યુવાવર્ગને માર્ગદર્શન આપવું જરૂરી છે. આજે પરિવારને ચેક અર્પણ કરીને તેમને જરૂરી સાંત્વના આપી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ઉપરાંત બારડોલી નજીક અકસ્માતે કાર નહેરમાં પડતા પહેલા પાંચ યુવાનોના મોત થયા હતા. જેમાંથી મૃતક અનિલ વાઘમશીએ વડાપ્રધાન વીમા યોજના હેઠળ 12 અને 330 રૂપિયા એમ બન્ને પ્રિમીયમ ભરેલ હતા. તેના 4 લાખ અને વરાછા બેંકની અકસ્માત વીમા યોજના હેઠળ બીજા 1 લાખ મળી આજે કુલ 5 લાખનો ચેક મૃતક ખાતેદારના પિતાને અર્પણ કર્યો હતો. દર્શનાબેને વડાપ્રધાન વીમા યોજનાના લાભની નોંધ લઇ જણાવ્યું હતું કે, ડુબી જવાથી 5 ના મોત થયા, પરંતુ માત્ર અનિલે જ પ્રિમીયમ ભર્યું હતું તો તેમના પરિવારને 5 લાખના વીમો મળ્યો છે. બાકીના પરિવારને મળ્યા નથી. તેમણે વડાપ્રધાન વીમા યોજના લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી વરાછા બેંકની સામાજિક પ્રવૃત્તિ અને ખાસ કરી વીમા સેવાને બિરદાવી હતી. અને અન્ય બેંકો માટે ઉદાહરણરૂપ ગણાવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">