Surat : મચ્છરોનો ત્રાસ દૂર કરવા લોકોની ફરિયાદ સામે સરકારી જવાબ, મચ્છરદાનીનો ઉપયોગ કરો

હાલમાં જ બજેટ સત્રની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021 માં મનપા દ્વારા બજેટમાં ખાડી માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

Surat : મચ્છરોનો ત્રાસ દૂર કરવા લોકોની ફરિયાદ સામે સરકારી જવાબ, મચ્છરદાનીનો ઉપયોગ કરો
People protest for mosquitoes problems with net in Puna gam (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 6:00 PM

શહેરના(Surat ) પુણા વિસ્તારમાં પસાર થતી ખાડી કિનારે વસવાટ કરી રહેલા નાગરિકો(Citizens ) દ્વારા છેલ્લા બે-ત્રણ મહિનાથી કાયમી મચ્છરોના (Mosquitoes ) ઉપદ્રવ સંદર્ભે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર સમક્ષ ફરિયાદ કરતાં જે જવાબ મળ્યો છે તે વાંચીને નાગરિકો માથું ખંજવાળતા થઈ ગયા છે. જો કે , આજે મચ્છરોના ઉપદ્રવને પગલે ન છૂટકે સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પુણા વિસ્તારમાં લક્ષ્મણ નગરથી લઈને સરદાર માર્કેટ સુધીના વિસ્તારમાં 50 થી 60 સોસાયટીઓ આવેલી છે.

આ સોસાયટીઓ ખાડી કિનારે હોવાને કારણે ત્યાં વસવાટ કરતા નાગરિકોને કાયમી ધોરણે ગંદકી દુર્ગંધ અને મચ્છરોના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા વરાછા ઝોન એમાં મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી. જે સમસ્યા દૂર કરવાને બદલે નાગરિકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. આ ઉડાઉ જવાને બદલે આજે સ્થાનિકોએ મચ્છરદાની પહેરીને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કાલે પાણીની સમસ્યા થશે તો કોલ્ડ્રીંક્સ પીવાનું કહેશે ખાડી કિનારે મચ્છરોના કાયમી ઉપદ્રવની ફરિયાદો વચ્ચે વહીવટી તંત્રના સાવ ઉડાઉ જવાબને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકોએ જણાવ્યું હતું કે, કાલે ઉઠીને જો અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવશે તો આ જ વહીવટી તંત્ર અમને કોલ્ડ્રીંક્સ પીવાનું જણાવશે. સુવિધા આપવા અને સમસ્યા દુર કરવાને પગલે આ રીતના જવાબ આપનાર અધિકારીઓના પાપે જ લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાડી સફાઈ મુદ્દે તંત્રની કટિબદ્ધતા પર પ્રશ્નાર્થ હાલમાં જ બજેટ સત્રની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021 માં મનપા દ્વારા બજેટમાં ખાડી માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે ડ્રેનેજ વિભાગ દ્વારા માત્ર 17 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિને પગલે પણ તંત્ર દ્વારા ખાડી સમસ્યા અને સાફ-સફાઈ માટે કેટલું કટિબદ્ધ છે તે સાબિત થાય છે.

આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો : Punjab Assembly Elections 2022 : નવજોત સિંહ સિદ્ધુએ વિરોધીઓ પર સાધ્યું નિશાન, કહ્યું- કેપ્ટન અમરિંદર અને સુખબીર સિંહ બાદલ એક જ સિક્કાની બે બાજુ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">