Surat : સુરતમાં મળે છે ઈંડાની અનોખી ફૂડ આઈટમ “ફેન્ટા ફ્રાય” : સોશિયલ મીડીયામાં બન્યું ચર્ચાનું કેન્દ્ર

|

Aug 08, 2021 | 7:43 PM

સુરતની વાનગીઓની ચર્ચા ક્યાં નથી થતી ? પણ હાલ સુરત શહેરમાં બનતી એક એવી અનોખી ફૂડ આઈટમ ચર્ચામાં આવી છે જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે આ છે શું ???

Surat : સુરતમાં મળે છે ઈંડાની અનોખી ફૂડ આઈટમ ફેન્ટા ફ્રાય : સોશિયલ મીડીયામાં બન્યું ચર્ચાનું કેન્દ્ર
Surat: Unique egg food item "Fanta Fry" found in Surat: Became the center of discussion on social media

Follow us on

સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત વર્ષો જૂની છે. અહીં જે ફૂડ વેરાયટી મળે છે તે ભાગ્યે જ કશે જોવા મળતી હોય. ખાવા પીવાના શોખીન સુરતીઓ હંમેશા ખાવાની આઇટમમમાં કંઈ નવું ટ્રાય કરવા માંગતા હોય છે. અને સુરતીઓઆ આ ચટાકાને જોઈને જ અવનવી આઇટમોની ખોજ પણ અહીં થતી જ રહે છે.

અહીં લોચા, ખમણ હોય કે સાડી ખીચડી અસંખ્ય વેરાયટીઓ તમને તેમાં મળી જશે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત આવતીકાલથી થવા જઈ રહી છે તે પહેલા સોશીયલ મીડિયામાં એક ફૂડ આઇટમે ભારે ચર્ચા જગાવી છે. આને આ ફૂડ આઈટમ છે ઈંડાની ફેન્ટા ફ્રાય. તાજેતરમાં જ એક ફૂડ યુ ટ્યુબ ચેનલ દ્વારા આ ફૂડ આઈટમ શેર કરવામાં આવી હતી. જેમાં બતાવવામાં આવ્યું છે કે ઈંડામાં કોલ્ડ ડ્રિન્ક ફેન્ટાનું પીણું ઉમેરીને એક અનોખી ફૂડ આઈટમ બનાવવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ફૂડ આઇટમની કિંમત 250 રૂપિયા છે. હાલ સોશિયલ મીડિયામાં આ વાનગીની ખુબ ચર્ચા ચાલી રહી છે. જે બાદ અલગ અલગ યુઝર્સ દ્વારા અલગ અલગ પ્રતિભાવ પણ સામે આવી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે આ ફૂડ આઈટમ ખાવાના તો સામેથી રૂપિયા મળવા જોઈએ. આ બનાવનારને સજા પણ થવી જોઈએ. આવું કેમ બનાવવામાં આવ્યું તેવું લખીને પણ આ વાનગી પર ટિપ્પણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat : SMCને ગેરકાયદે મિલ્કતો દુર કરવાનું યાદ આવ્યુ, શરૂઆત પીપલોદ પોલીસ ચોકીથી કરશે

Published On - 7:37 pm, Sun, 8 August 21

Next Article