AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : SMCને ગેરકાયદે મિલ્કતો દુર કરવાનું યાદ આવ્યુ, શરૂઆત પીપલોદ પોલીસ ચોકીથી કરશે

હવે સુરત મહાનગપાલિકા સર્વિસ રોડ પર ઉભી કરી દેવામા આવેલ અને રસ્તાને નડતરરૂપ પોલીસ ચોકીઓને દૂર કરવાની શરૂઆત કરશે. પીપલોદ વિસ્તારમાં સર્વિસ રોડ પર આવેલ પીપલોદ પોલીસ ચોંકીને પણ દૂર કરવાની ભલામણ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી.

Surat : SMCને ગેરકાયદે મિલ્કતો દુર કરવાનું યાદ આવ્યુ, શરૂઆત પીપલોદ પોલીસ ચોકીથી કરશે
The corporation will now remove the police outpost on Service Road
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:06 AM
Share

Surat પીપલોદ(Piplod ) ખાતે આવેલી લેકવ્યુ ગાર્ડનની બહાર સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation ) સર્વિસ રોડ પર તાણી દેવામાં આવેલ પીપલોદ પોલીસ ચોંકીને(Piplod Police Choki ) મનપાના ખર્ચે લેકવ્યુ ગાર્ડનની અંદર પાર્કિંગ એરિયામાં શિફ્ટ કરવા માટે તેમજ આ પોલીસચોકી તોડીને સર્વિસ રોડ ખુલ્લો કરવા માટે સ્થાયી સમીતિએ મંજૂરી આપી દીધી છે.

રાજ્યના ગૃહમંત્રીની સુરત મુલાકાત દરમ્યાન શહેરના રસ્તાઓ પર પોલીસ ચોકીઓ બાબતે મુદ્દો સંકલન બેઠકમાં ઉઠ્યો હતો. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે ખટોદરા પોલીસ મથકની બહાર જપ્ત કરેલા વાહનોનો સંગ્રહ થાય છે. જેને કારણે પણ આ સર્વિસ રોડ બંધ થઇ ગયો છે. અને હવે આ વાહનોને પણ ત્યાંથી ખસેડવા માટેની વિચારણા હાથ ધરવામાં આવી છે. જેથી સર્વિસ રોડ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાશે.

એટલું જ નહીં હવે ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે ત્યારે જ પોલીસચોકીઓ અને પોલીસ સ્ટેશનો માટે જોગવાઈ કરવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. જેથી ટ્રાફિક અને લોકોને અવરજવરમાં અડચણ ઉભી થાય તે રીતે રસ્તા પર પોલીસચોકીઓ બાંધવાની જરૂરત ભવિષ્યમાં ઉભી ન થઇ શકે.

નોંધનીય છે કે અત્યારસુધી ગેરકાયદેસર દબાણ અને રસ્તાને નડતરરૂપ મિલ્કતો દૂર કરતી સુરત મહાનગરપાલિકા હવે પોલીસચોકીઓને પણ દૂર કરવા આગળ વધી રહી છે. એવા ઘણા સ્થળો છે જ્યાં રસ્તા પર અથવા સર્વિસ રોડ પર ખુદ પોલીસ દ્વારા ઉભી કરી દેવામાં આવેલી આ ચોકીઓ દબાણ ઉભું કરે છે. અને જેના કારણે લોકોને મુશ્કેલી થાય છે.

આ પોલીસ ચોકી દૂર કરવા ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ મામલે પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરને પણ રજૂઆતો કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જેનો હવે સુખદ ઉકેલ આવ્યો છે.

આ પણ વાંચો :

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">