Surat: કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે દિવ્યાંગો સાથે કેક કાપીને ઉજવ્યો પીએમ મોદીનો જન્મદિવસ

|

Sep 17, 2022 | 12:12 PM

પીએમ મોદી પણ દિવ્યાંગોને તેમની ક્ષમતાઓને ઓળખીને આગળ વધવાનું હંમેશા પ્રોત્સાહન આપતા આવ્યા છે, ત્યારે આજે અમે પણ આ દિવસને ખાસ બનાવીને દિવ્યાંગો સાથે ઉજવવાનું નક્કી કર્યું છે.

Surat: કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે દિવ્યાંગો સાથે કેક કાપીને ઉજવ્યો પીએમ મોદીનો જન્મદિવસ
Surat: Union Minister Darshana Zardosh celebrated PM Modi's birthday by cutting a cake with the disabled

Follow us on

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ (Darshna Jardosh) દ્વારા સુરતમાં દિવ્યાંગ (Disable) બાળકો સાથે કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi ) જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને બે કલાક જેટલો સમય દિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે દેશમાં અલગ અલગ જગ્યા પર તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સુરતમાં પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓને નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી હતી.

રાજ્ય રેલ મંત્રી દર્શના જરદોશ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેક આપવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો સાથે બે કલાક જેટલો સમય પણ તેમની વિતાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા, ત્યારે ગુજરાતની અલગ અલગ મોટી દિવ્યાંગોની શાળાઓની અંદર મુલાકાત લેતા હતા અને તેમની સાથે સમય વિતાવતા હતા અને કોઈપણ તહેવાર પણ તેઓની સાથે ઉજવણી કરતા હોવાના દ્રશ્યો આપણને જોવા મળતા હતા. એટલે ચોક્કસપણે કહી શકાય કે વડાપ્રધાનને દિવ્યાંગો બાળકો સાથે એક પહેલેથી લાગણી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકલાંગોને માટે ખાસ કરીને એક દિવ્યાંગ શબ્દ છે તે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ લોકોને દિવ્યાંગ તરીકે જ તે બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દર્શનાબેન દ્વારા દિવ્યાંગ બાળકો સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દર્શના જરદોશે જણાવ્યું હતું કે આજનો દિવસ ખુબ ખાસ છે. જ્યારે પીએમ મોદી પણ દિવ્યાંગોને તેમની ક્ષમતાઓને ઓળખીને આગળ વધવાનું હંમેશા પ્રોત્સાહન આપતા આવ્યા છે, ત્યારે આજે અમે પણ આ દિવસને ખાસ બનાવીને દિવ્યાંગો સાથે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમની સાથે કેક કાપીને અમને પણ ખુબ આનંદ થયો છે અને તેમના ચહેરા પર પણ ખુશી જોવા મળી છે. આ પીએમ મોદીના જન્મદિનની સાચા અર્થમાં સાર્થક ઉજવણી છે.

Next Article