Surat : કોર્પોરેશનના વાહનોમાં ઇંધણનો ખર્ચ બચાવવા નવા બે પેટ્રોલપંપ શરૂ કરાશે, કોર્પોરેશનના નાણાં બચશે

|

Jul 04, 2022 | 6:46 PM

આ નવા પેટ્રોલ(Petrol ) પંપ બનાવવા માટેની જગ્યા આગામી થોડા દિવસોમાં ફાઇનલ કરીને તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 

Surat : કોર્પોરેશનના વાહનોમાં ઇંધણનો ખર્ચ બચાવવા નવા બે પેટ્રોલપંપ શરૂ કરાશે, કોર્પોરેશનના નાણાં બચશે
Surat Municipal Corporation (File Image )

Follow us on

સુરતના(Surat ) નગરજનોને વિવિધ સેવાઓ આપવા માટે કોર્પોરેશનના વિવિધ વાહનો(Vehicles ) કાર્યરત છે. પણ હાલ આ બધા વાહનોની વચ્ચે એક જ વર્કશોપ(Workshop ) કાર્યરત હોય કોર્પોરેશનના આ વાહનોને લાંબો ફેરો પડતો હતો અને ઇંધણ, રૂપિયા અને સમયનો વ્યય થતો હતો. પણ સુરત કોર્પોરેશને હવે તેનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે.

સુરત મહાનગર પાલિકાનું સેન્ટ્રલ વર્કશોપ હાલ ઉમરવાડા ખાતે કાર્યરત છે. સુરત કોર્પોરેશનના તમામ વાહનોએ ઈંધણ પુરાવા માટે લાંબુ અંતર કાપીને વર્કશોપમાં આવવું પડે છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરનો વિસ્તાર વધતા આગામી વાહનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવનાર છે. પરીણામે ઈંધણની બચત કરવા માટે ઉધના ખરવરનગર અને કતારગામ લાલદરવાજા ખાતે નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવનાર છે.

નવા બે પેટ્રોલ પંપ શરૂ થતા વર્ષે 54 હજાર લિટર ઈંધણની બચત થવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આ સાથે કોર્પોરેશનને 93.18 લાખનો ફાયદો પણ થશે. શહેરીજનોને વિવિધ સેવાઓ પુરી પાડવા માટે સુરત મનપાને વિવિધ મશીનરી, વાહનોની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પણ હોદા પ્રમાણે વાહનોની ફાળવણી કરવામાં આવે છે. મનપાના તમામ વાહનોમાં ઈંધણ પુરાવવા માટે ઉમરવાડા ખાતે આવેલા મનપાના વર્કશોપમાં જવુ પડે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અઠવા, રાંદેર ઝોનના વાહનોએ પણ લાંબુ અંતર કાપીને ઉમરવાડા સુધી ધક્કો ખાવો પડે છે. 791 જેટલી મશીનરી અને હેડ કવાટર્સના 471 વાહનોમાં વાર્ષીક 1800 થી 2000 લીટર ડીઝલનો વપરાશ થાય છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરનો વિસ્તાર વધ્યો છે. નવા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની હોય સન્સપોર્ટેશનનો ખર્ચ વધે તે વાત નકારી શકાય તેમ નથી. ઓછામાં ઓછા ઈંધણનો વપરાશ થાય અને મનપાના વાહનોએ ઈંધણ પુરાવા માટે ઉમરવાડા સુધી ધક્કો નહી ખાવો પડે તે માટે ઉધના ખરવરનગર અને કતારગામ લાલદરવાજા ખાતે નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવનાર છે.

આ બે પેટ્રોલ પંપ શરૂ થવાથી કોર્પોરેશનના વાહનોમાં ઇંધણનો બચાવ થશે, એટલું જ નહીં સમય અને કોર્પોરેશનના રૂપિયાની પણ સીધી રીતે બચત થશે. આ નવા પેટ્રોલ પંપ બનાવવા માટેની જગ્યા આગામી થોડા દિવસોમાં ફાઇનલ કરીને તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Next Article