Surat: વિપક્ષના એકમાત્ર સભ્યએ શિક્ષણ સમિતિના સંચાલકોને નવા રેકોર્ડથી બિરદાવ્યા, વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો સાંભળવામાં ન આવતા હોવાનો આક્ષેપ

હાલ શાળાઓમાં (School ) વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની અછતનો મુદ્દો મુખ્ય છે. આ માટે મેં ઘણી વાર બેઠકમાં અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આજ દિન સુધી તેના પર મને સાંભળવામાં નથી આવ્યો.

Surat: વિપક્ષના એકમાત્ર સભ્યએ શિક્ષણ સમિતિના સંચાલકોને નવા રેકોર્ડથી બિરદાવ્યા, વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો સાંભળવામાં ન આવતા હોવાનો આક્ષેપ
Opposition member of Shikshan Samiti Surat (File Image )
Follow Us:
| Updated on: Jul 04, 2022 | 6:02 PM

સુરત મહાનગરપાલિકા(SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એકલા વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ સામે વિપક્ષને (Opposition )બોલવા ન દેવાનો આક્ષેપ કરીને વિરોધનો અલગ રસ્તો અપનાવ્યો છે. તમને જણાવી દઈએ કે રાકેશ હિરપરાએ એકલા જ શિક્ષણ સમિતિના પ્રમુખ અને સભ્યોની ઓફિસની બહાર પોસ્ટરો અને બેનરો ચોંટાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ સમિતિની સામાન્ય સભા અને શિક્ષણ સમિતિની બેઠકોમાં સત્તાધારી પક્ષ બળજબરીથી તમામ ઠરાવો પસાર કરાવે છે તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષના વિરોધ છતાં મિનિટોમાં પણ તેની નોંધ લેવાઈ ન હતી.

વિરોધપક્ષના સભ્ય દ્વારા કોઈપણ મુદ્દે જે પણ વાત કરવામાં આવે, તેના પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. જ્યારે કોઈ પણ સભ્યને બોલવા દેવાતું નથી તો તેનો અર્થ શું છે ? વિપક્ષી સભ્યે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે વિપક્ષને પણ સાંભળવો જોઈએ, તેની ચર્ચા થવી જોઈએ પણ તેમ થતું નથી.

તેથી હવે અમે મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા સમિતિની બહાર વિરોધ કરવાનું શરૂ કરવાના છે. અમે સમિતિની ઓફિસ બહાર બેનરો અને પોસ્ટરો લગાવીશું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આજદિન સુધી તેમને પૂછવામાં આવેલ પ્રશ્ન શિક્ષણ સમિતિ તરફથી મળ્યો નથી, જે પણ શિક્ષણ સમિતિનો એક રેકોર્ડ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રાકેશ હિરપરાએ ઉમેર્યું હતું કે હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની અછતનો મુદ્દો મુખ્ય છે. આ માટે મેં ઘણી વાર બેઠકમાં અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આજ દિન સુધી તેના પર મને સાંભળવામાં નથી આવ્યો. હાલમાં જ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાવાળા બેગ, અને બીજી કીટ આપવામાં આવી તે પ્રશ્ન પણ મારા દ્વારા પૂછવામાં આવ્યો હતો, પણ તેને પણ કાને ધરવામાં નથી આવ્યું.

નોંધનીય છે કે આ પહેલા શિક્ષણ સમિતિમાં વિપક્ષમાં કોંગ્રેસના ત્રણ સભ્યો બેસતા હતા. પણ મહાનગરપાલિકામાં આપ ના વિપક્ષમાં આવવાથી કોર્પોરેશનમાં પણ વિપક્ષી સભ્યમાં એક સભ્યની નિમણુંક કરવામાં આવી હતી. જોકે બહુમતીના જોરે અહીં પણ વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">