Surat: સાડીના વેપારીને બદનામ કરવા અગલ અલગ સાત ફેક આઈડી બનાવી ગંદા મેસેજ મોકલ્યા

|

Apr 02, 2022 | 12:43 PM

વેપારીની પત્નીએ મેસેજ કરનાર સાથે ચેટ કરી નંબર મેળવી ભેજાબાજને કોલ કર્યો હતો. પરંતુ તેણે કોલ રિસીવ કર્યો ન હતો અને વેપારી પરિવારને બદનામ કરવાનું ચાલુ રાખતા છેવટે કંટાળીને પોલીસમાં અરજી કરી હતી.

Surat: સાડીના વેપારીને બદનામ કરવા અગલ અલગ સાત ફેક આઈડી બનાવી ગંદા મેસેજ મોકલ્યા
Surat: To discredit the sari trader, seven different IDs were created and dirty messages were sent

Follow us on

સુરત (Surat) ના વેસુ વિસ્તારમાં રહેતા સાડી વેપારી (trader) અને તેના પરિવારના સભ્યો વિરૂધ્ધ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ સાત ફેક આઇડી (Fake ID) બનાવી બિભત્સ મેસેજ (Message) કરી માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત બદનામ કરનાર દિલ્હીના અજ્ઞાત ભેજાબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે. જેના આધારે ઉમરા પોલીસ (Police)  એ દિલ્હીના ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વેપારીએ એક આઈડી બ્લોક કર્યું તો બીજું આઈડીબનાવી તેના પરથી ફરી મેસેજ કર્યો આમ વેપારી જેમ જેમ આઈડી બ્લોક કરતા ગયા તેમ તેમ તે નવા નવા આઈડી બનાવી બિભત્સ મેસેઝ મોલકતા રહેતાં અલગ અલગ સાત આઈડી પરથી મેસેજ મોક્લતાં અંતે વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા રીંગરોડના સાડી વેપારી મીનેશના ભાઇ ભાવીનના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેની પત્ની ખુશાલી અંગે રાઘવઅરોર327 નામની આઇડી પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો. ભાવીને મેસેજનો કોઇ રિપ્લાય આપ્યો ન હતો પરંતુ આઇડી બ્લોક કરી દીધું હતું. જેથી ભેજાબાજે રાગ્સ12189 નામે ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હતા. જો કે આ આઇડી પણ બ્લોક કરી દેતા ભેજાબાજે રાઘવઅરોરા326, રાઘવ_અરોરા89, રાઘવ_19920532, એન્ડરલીયોનીડવ, રાઘ.અવ2986, ડીરાઘવ10 નામે ફેક આઇડી બનાવી ખુશાલી અને ભાવીન અંગે બિભત્સ મેસેજ કરવાનું ચાલુ રાખી માનસિક ત્રાસ ગુજારતો હતો.જેથી કંટાળીને ભાવીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ખોટી રીતે હેરાન નહીં કરવા વિનંતી કરી હતી.

જોકે ભેજાબાજે ગાળો આપતો ઓડીયો ક્લીપ મોકલાવ્યા બાદ ડિલીટ કરી દીધી હતી. ત્યાર બાદ ભાવીન અને ખુશાલી નહીં પરંતુ પરિવારના તમામ સભ્યો અંગે બિભત્સ મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. ખુશાલીએ મેસેજ કરનાર સાથે ચેટ કરી નંબર મેળવી ભેજાબાજને કોલ કર્યો હતો. પરંતુ તેણે કોલ રિસીવ કર્યો ન હતો અને વેપારી પરિવારને બદનામ કરવાનું ચાલુ રાખતા છેવટે કંટાળીને પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે ઉમરા પોલીસે દિલ્હીના ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ પણ વાંચોઃ  ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ, અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીનું બધું ફોકસ હવે ગુજરાત પર, કેજરીવાલ અને ભગવત માન અમદાવાદ પહોંચ્યા, બે દિવસ રાજ્યમાં જ રહેશે

Next Article