AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટર્સ વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી, ડાયાલિસિસના દર્દીઓને થઇ રહ્યા ધક્કા, જૂઓ Video

Rajkot : સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટર્સ વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી, ડાયાલિસિસના દર્દીઓને થઇ રહ્યા ધક્કા, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 12:58 PM
Share

રાજકોટમાં સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટરો (Nephrology Doctors) વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. ત્યારે ડૉક્ટર અને સરકાર વચ્ચેની લડાઇમાં દર્દીઓ પિસાઇ રહ્યા છે. ડાયાલિસિસના દર્દીઓને સારવાર વિના પરત ફરવાનો વારો આવ્યો છે.

Rajkot : ગુજરાતના નેફ્રોલોજીસ્ટે રાજ્ય સરકાર સામે આંદોલનના (Protest) મંડાણ કર્યા છે અને આ સામે જાહેરાત કરી છે કે, 14થી 16 ઓગસ્ટ સુધી ડાયાલિસિસ નેફ્રોલોજીસ્ટ નહીં કરે. ત્યારે રાજકોટમાં સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટરો (Nephrology Doctors) વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. ત્યારે ડૉક્ટર અને સરકાર વચ્ચેની લડાઇમાં દર્દીઓ પિસાઇ રહ્યા છે. ડાયાલિસિસના દર્દીઓને સારવાર વિના પરત ફરવાનો વારો આવ્યો છે. ડાયાલિસિસના દર્દીઓને સારવાર ન મળતા ભારે હાલાકી થઇ રહી છે. સિવિલમાં નેફ્રોલોજી ડૉકટરો ડાયાલિસિસ ન કરતા હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો- Tender Today : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

મહત્વનું છે કે રાજ્યના 102 જેટલા તબીબો સરકાર સામેના વિરોધમાં જોડાયા છે. વિરોધ એ વાતનો છે કે, PMJAY યોજનામાં ડાયાલિસિસની ફી સરકારે ઘટાડી છે. ડાયાલિસિસના રૂપિયા 2300થી ઘટાડીને 1950 કરતાં વિરોધ વધ્યો છે. બીજી તરફ અન્ય સેવાઓની ફી વધી છે. જેથી રાજ્યભરના નેફ્રોલોજીસ્ટમાં ભારે નારાજગી છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">