Surat : સુરતના યુવાનની અનોખી દેશભક્તિ, 50થી વધુ બોર્ડર પર જઈને દેશના જવાનોનું મોઢું મીઠું કરાવે છે

|

Aug 15, 2022 | 2:59 PM

ઓએ આજે પણ દેશ(India ) અને દેશના સૈનિકો માટે પોતાની ફરજ અદા કરે છે. તેઓ એકે ટ્રસ્ટ પણ ચલાવે છે, જેના નેજા હેઠળ અનેક સામાજિક સેવા તેઓ કરે છે. 

Surat : સુરતના યુવાનની અનોખી દેશભક્તિ, 50થી વધુ બોર્ડર પર જઈને દેશના જવાનોનું મોઢું મીઠું કરાવે છે
Surat: The unique patriotism of the youth of Surat, goes to more than 50 borders and gives sweets to the soldiers of the country.

Follow us on

સરહદ(Border ) પર સૈનિક બનીને જ દેશ સેવા થાય એવું જરૂરી નથી. એ સૈનિકો(Soldiers ) માટે કંઈક સારું કામ કરવુ એ પણ દેશસેવા જ છે. અને એવી જ દેશ સેવા (Service )કરી રહ્યા છે, સુરતના એક દેશપ્રેમી યુવાન. આર્મીમાં જવાનું તેમનું સપનુ હતુ જે પુરુ ન થયુ પણ હવે દેશની વિવિધ બોર્ડર પર જઈને સૈનિકોને મળીને દર દિવાળીએ તેમને મીઠાઈ ખવડાવીને દેશ માટે કંઈ કર્યું હોવાનો સંતોષ અનુભવી રહ્યા છે. લોકડાઉનમાં તેમણે ગુજરાતની બે બોર્ડર પર જરૂરી સામાન પણ પહોંચાડ્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પિન્ટુલ જીવરાજભાઇ કાકડીયા વર્ષ 2016થી દિવાળીના દિવસો દરમિયાન હિન્દુસ્તાનની વિવિધ બોર્ડર પર પરિવાર સાથે પહોંચી જાય છે. તેઓ બોર્ડર પર બીએસએફના જવાનોને મળીને તેમને મીઠાઈ ખવડાવે છે. દિવાળીમાં 30 થી 40 દિવસનો તેમનો સરહદીય પ્રવાસ રહે છે. એક ટુરમાં તેઓ અંદાજે પાંચ થી છ રાજ્યની બોર્ડર કવર કરી લે છે. અત્યાર સુધીમાં તેઓ વેસ્ટ બંગાળ, અસમ સેવન સીસ્ટર, હિમાચલ, પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત વગેરે મળી કુલ 13 રાજ્યોની 53 જેટલી બોર્ડર પર પહોંચ્યા છે અને ત્યાં સૈનિકોની મીઠાઈ ખવડાવીને પોતાને ભાગ્યશાળી ગણી રહ્યા છે.

બોર્ડર પર સૈનિકના હાથમાં મીઠાઇનુ બોક્સ આપી દેવાનું ફક્ત એ જ કામ નહીં પણ પ્રથમ તેમની સાથે આવેલા બહેન-દીકરી દ્વારા સૈનિક ના માથા પર તિલક કરવામાં આવે છે. બાદમાં સૈનિક ની આરતી ઉતારીને પુષ્પથી વધાવાય છે અને પછી પ્રેમથી મીઠાઇ અપાય છે. બાદમાં સૈનિકો સાથે ભરપેટ વાતો પણ કરવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આર્મીમાં જવાની ઈચ્છા પૂર્ણ ન થઇ :

વર્ષ 2009માં ભાવનગરમાં યોજાયેલા ઓપન આર્મી ભરતીમેળામાં તેમણે પ્રયાસ કર્યો હતો. પણ તેમાં તેઓ સફળ થય ન હતા. પણ દેશ પાટે કંઈક કરવાની ભાવના તેમને પહેલાથી જ હતી, જેથી તેઓએ આજે પણ દેશ અને દેશના સૈનિકો માટે પોતાની ફરજ અદા કરે છે. તેઓ એકે ટ્રસ્ટ પણ ચલાવે છે, જેના નેજા હેઠળ અનેક સામાજિક સેવા તેઓ કરે છે.

સૈનિકના ફાટેલા રૂમાલે સ્નેહના તાંતણે જોડ્યા :

વર્ષ 2016માં તેઓ પોતાના વિદ્યાર્થીઓને પરકેટીકલ નોલેજ આપવા માટે બનાસકાંઠા સુઈગામ બોર્ડર પર લઇ ગયા હતા. ત્યારે એક સૈનિકનો ફાટેલો રૂમાલ જોઈને પૂછ્યું કે આવું કેમ ? જેના જવાબમાં સોનિકે કહ્યું હતું કે આ કંજુસાઈ નથી, પણ કરકસર છે. તેમની સાથે ઘણી વાતો કર્યા બાદ તેઓએ મનોમન નક્કી કર્યું કે વર્ષમાં અહીં આવવું જ છે.

Next Article