Surat: રસ્તે રઝળતી ચાર વર્ષની બાળકીનો પરિવાર સાથે મિલાપ કરાવતી પોલીસ

છેલ્લા કેટલાક દિવસોથી બાળકો ઉઠાવી જવાની ઘટનાના ખોટા હોબાળા વચ્ચે ઘરેથી નીકળી પડેલી ચાર વર્ષની માસુમ બાળકીને પોલીસે માતા-પિતાની શોધખોળ કરીને પુત્રીનો મેળાપ કરાવી દેતા મધ્યપ્રદેશના યુગલની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ઉઠી હતી.

Surat: રસ્તે રઝળતી ચાર વર્ષની બાળકીનો પરિવાર સાથે મિલાપ કરાવતી પોલીસ
Surat: The police reunited the four-year-old girl wandering on the road with her family
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 10:52 AM

પાલોદ (Palod) પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા વિસ્તારમાંથી એકલી અટૂલી ચાર વર્ષની માસુમ બાળકી (Girl ) વાહનવ્યવહારથી ઉભરાતા ભરચક વિસ્તારના કીમ (Kim) માંડવી માર્ગ પરથી રસતે રઝળતી હાલે મળી આવી હતી. ત્યારે પાલોદ પોલીસના એક જમાદાર દ્વારા આ બાળકીની મદદ કરવામાં આવી હતી. પાલોદ પોલીસ જમાદાર બાળકીને નજીકમાં આવેલી પાલોદ પોલીસ ચોકી એ લઈ આવી ચા બિસ્કીટ પ્રેમ ભાવથી ખવડાવી ગભરાયેલી બાળકીને પ્રથમ તો શાંત કરી હતી અને બાળકીની પૂછપરછ કરતા માતા પિતાના નામ ઠામ પણ જાણવા મળ્યા ન હતા. જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી.

જોકે ત્યારબાદ બાળકી જે તરફથી આવી હતી તે વિસ્તારમાં શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે આ બાળકી નવાપરા વિસ્તારમાં રહે છે. પોલીસ જમાદાર નલીનભાઈ ગોવિંદભાઈ એ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૂળ મધ્યપ્રદેશનો શ્રમજીવી યુવાન રામ સખા સંપત કોર તેની પત્ની મલવાબેન સાથે મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે અહીં આવીને કીમ ચાર રસ્તા નજીકના નવાપરા ખાતે રહે છે. ગઈકાલે મોડી સાંજે માતા મળવા બેન નજીકમાં આવેલ બજારમાં ગઈ હતી અને પિતા કામ પર ગયા હતા, ત્યારે ઘરે એકલી રહેલી તેમની ચાર વર્ષની બાળકી પુષ્પા માતાની શોધમાં ઘરેથી એકલી નીકળી પડી હતી.

પરંતુ રાત્રિનો સમય થઈ જતા અંધારું છવાઈ ગયું હતુ અને તે રસ્તો પણ ભૂલી ગઈ હતી. તે વાહન વ્યવહારથી ઉભરાતા કીમ ચાર રસ્તા કીમ માંડવી રોડ પર એકલી અટુલી ચાલતી કીમ ચાર રસ્તા તરફ આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બાળકો ઉઠાવી જવાની ઘટનાના ખોટા હોબાળા વચ્ચે ઘરેથી નીકળી પડેલી ચાર વર્ષની માસુમ બાળકીને પોલીસે માતા-પિતાની શોધખોળ કરીને પુત્રીનો મેળાપ કરાવી દેતા મધ્યપ્રદેશના યુગલની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ઉઠી હતી અને તેમણે પાલોદ પોલીસ ચોકીના જમાદાર નલીનભાઈનો ઘણો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Input Credit Suresh Patel (Olpad )

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">