Surat: ચોક બજાર વિસ્તારમાંથી વિખૂટા પડેલા 4 વર્ષીય બાળકનું પોલીસે માતા પિતા સાથે કરાવ્યું પુનઃમિલન

|

Nov 07, 2022 | 5:07 PM

સુરત (Surat police) પોલીસ દ્વારા નાના બાળકો ખોવાઈ જવાની કે ગુમ થઈ જવાની ઘટનામાં તુરંત ગંભીરતાથી પગલાં લેવાનો એક્શન પ્લાન બનાવવાાં આવ્યો છે. સુરતના કોઈ પણ વિસ્તારમાંથી બાળક મળી આવે ત્યારે પોલીસને જાણ થતા બાળકને તુરંત પીસીઆર વાનમાં બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવે છે .

Surat: ચોક બજાર વિસ્તારમાંથી વિખૂટા પડેલા 4 વર્ષીય બાળકનું પોલીસે માતા પિતા સાથે કરાવ્યું પુનઃમિલન
વિખૂટા પડેલા બાળક અને પરિવારનું પોલીસે કરાવ્યું મિલન

Follow us on

વ્હાલસોયું બાળક જ્યારે પોતાના વાલીથી છૂટું પડી જાય ત્યારે માતા પિતાના શ્વાસ અટકી જતા હોય છે પરંતુ આ બાળક જયારે પાછું મળી જાય ત્યારે માતા પિતાના જીવમાં જીવ આવતો હોય છે આવી જ ઘટના સુરતમાં બની હતી. સુરતના ચોક બજારમાં ચાર વર્ષનો બાળક માતા પિતાથી છૂટો પડી ગયો હતો અને રસ્તા પર પહોંચી ગયો હતો. બાળક રસ્તા પર પહોચી ગયા બાદ ઘરનો રસ્તો ભૂલી જતા તેણે રોકકળ મચાવી દીધી હતી. આ બાળકને જોતા ચોક બજાર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પીસીઆર વાન સાથે ત્યાં પહોંચ્યા હતા અને બાળકને સાંત્વના આપીને શાંત કર્યું હતું. બાળકને શાંત કરીને તેનું નામ , ઠામ અને અન્ય વિગતોની પૂછપરછ કરી હતી. સાથે સાથે મહિલા પોલીસ અધિકારી બાળકને તેડીને સતત આસપાસના વિસ્તારમાં ફર્યા હતા. તેમજ આસપાસના વિસ્તારના શેરી મહોલ્લાઓમાં જઈને આ બાળકની પૂછપરછ કરી હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકના માતા અને મામા મળી આવ્યા હતા , તેઓ પોતાના બાળકની શોધખોળ માટે નીકળ્યા હતા અને પોલીસે હેમખેમ બાળકને તેના પરિવારને સુપરત કર્યું હતું. બાળક મળી આવ્યાને પગલે બાળકના માતા નયના બહેન સહિત તેમના પરિવારજનો પણ ભાવુક અને ખુશ થઈ ગયા હતા.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

બાળકોની શોધખોળ માટે લેવાય છે તુરંત પગલાં

સુરત પોલીસ દ્વારા નાના બાળકો ખોવાઈ જવાની કે ગુમ થઈ જવાની ઘટનામાં તુરંત ગંભીરતાથી પગલાં લેવાનો એક્શન પ્લાન બનાવવાાં આવ્યો છે. સુરતના કોઈ પણ વિસ્તારમાંથી બાળક મળી આવે ત્યારે પોલીસને જાણ થતા બાળકને તુરંત પીસીઆર વાનમાં બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવે છે . જો બાળક નાનું હોય તો તેના ફોટા અને શક્ય તેટલી વિગતો વાયરલ કરીને તેના વાલી સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે.

Next Article