Surat : લૂંટના ઇરાદે આવેલા યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા

|

Sep 30, 2022 | 3:08 PM

પોલીસે સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લોકોએ જે બાઇક વાપર્યું હતું તે કતારગામ વિસ્તારમાંથી ચોરી કરીને લાવ્યા હતા અને દિવાળીના સમયે રૂપિયા માટે લૂંટ કરવા માટે પ્રયાસ કરતા હતા

Surat : લૂંટના ઇરાદે આવેલા યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા
Surat: The police caught the youths who came with the intention of robbery within hours(File Image )

Follow us on

સુરતના (Surat ) કાપોદ્રાના એક કોમ્પલેક્ષમાં આવેલા ફાઇનાન્સની (Finance )ઓફિસમાં લૂંટની ઘટના બનતા બનતા રહી ગઈ હતી. ઓફિસમાં સોનુ (Gold ) વેચવાના બહાને આવેલ ચાર યુવકોએ, ફાઇનાન્સ ઓફિસના કર્મચારી પર હુમલો કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કર્મચારીએ બૂમાબૂમ કરતા લૂંટારુઓ ભાગી ગયા હતા. લૂંટના ઇરાદે આવેલા યુવકો ભાગતા બિલ્ડીંગના સીસીટીવી માં કેદ થઈ ગયા હતા. વરાછા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના સમયમાં ચારેય લૂંટારુઓને ઝડપી પાડ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ ઘટના વરાછા પોલીસ મથકના હદ વિસ્તારમાંથી સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રદ્ધા કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની કંપનીમાં લૂંટની ઘટના બનતા બનતા રહી ગઈ હતી. ફાઇનાન્સની કંપનીમાં ચાર ઈસમો વીંટી વેચવાના બહાને ઓફિસમાં ઘૂસ્યા હતા. ત્યારે ઓફિસમાં રહેલ કર્મચારીએ વીંટી ખરીદવા કે તેના પર રૂપિયા આપવાની ના પાડી હતી. જેને લઇ યુવકોએ કર્મચારી પર હુમલો કરી દીધો હતો. ચારેય યુવકોએ ફાઇનાન્સની ઓફિસના કર્મચારી પર પિસ્તોલ રાખી તેને નીચે પાડી દેવાયો હતો.અને ઓફિસમાં રહેલ રોકડની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કર્મચારી દ્વારા બૂમાબૂમ કરાતા લોકો ભેગા થઈ જવાની બીકે લૂંટારૂઓ લૂંટ કર્યા વગર જ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ

(૧) અમન સુનેરીલાલ ખટીક
(૨) વિજય પ્રભુદયાલ ખટીક
(૩) રમણ સુનેરીલાલ ખટીક
(૪) ભરત રાજેન્દ્ર ખટીક

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સીસીટીવીના આધારે આરોપીઓ પકડાયા

કાપોદ્રાના ફાઇનાન્સર દ્વારા ઘટના અંગે તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી.વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.વરાછા પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી તપાસ કરી રહી હતી. દરમિયાન શ્રદ્ધા કોમ્પલેક્ષમાં લાગેલ સીસીટીવીમાં ભાગી રહેલા ત્રણેય યુવકો કેદ થઈ ગયા હતા. જેમાં યુવક લાલ બેગ સાથે ખૂબ જ ઝડપે નાસી જતા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે ચારેય યુવકોને પકડવાની તપાસ શરૂ કરી હતી.દરમિયાન સીસીટીવી ના આધારે ચારેય ઇસમોને વરાછા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા હોવાની માહિતી મળી રહી છે.

બીજી ઘટનાને અંજામ આપે તે પહેલા જ કરી દેવાઈ ધરપકડ

પોલીસે તેમની પાસેથી એક પિસ્તોલ અને છ કાર્ટૂસ મળી આવ્યા છે. હાલ પોલીસ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ કરી રહી છે. વરાછા પોલીસે કરનાર ચાર ઈસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે પોલીસે ચારે આરોપીને ઝડપી પાડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લોકોએ જે બાઇક વાપર્યું હતું તે કતારગામ વિસ્તાર માંથી ચોરી કરી ને લાવ્યા હતા અને દિવાળીના સમયે રૂપિયા માટે લૂંટ કરવા માટે પ્રયાસ કરતા હતા આ ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ નો પ્રયાસ નિષ્ફ્ળ ગયો તો બીજી કોઈ મોટી લૂંટ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તે પહેલાં પોલીસે આ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

Published On - 2:25 pm, Fri, 30 September 22

Next Article