મહિલાના અપમૃત્યુની ઘટના બાદ RBI નું કડક વલણ, Mahindra Finance ના રિકવરી એજન્ટો રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો

મહિન્દ્રા ગ્રૂપના વડા આનંદ મહિન્દ્રા(Anand Mahindra) અને કંપનીના એમડી અનીશ શાહે આ ઘટના સામે આવતાં શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પત્ર જારી કરીને આ મામલે શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે ત્રીજા પક્ષકારો દ્વારા લોનની વસૂલાતની પ્રથાની સમીક્ષા કરવામાં આવશે.

મહિલાના અપમૃત્યુની ઘટના બાદ RBI નું કડક વલણ, Mahindra Finance ના રિકવરી એજન્ટો રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો
Anand Mahindra
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Sep 23, 2022 | 7:47 AM

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India – RBI) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ(Mahindra & Mahindra Financial Services Limited)ને આઉટસોર્સિંગ એજન્ટો દ્વારા થતી કોઈપણ વસૂલાતને તાત્કાલિક બંધ કરવા નિર્દેશ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે નિર્દેશ આપ્યો છે કે આ ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની હવે બહારના રિકવરી એજન્ટોનો ઉપયોગ કરી શકશે નહીં. ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટ દ્વારા કથિત રીતે ટ્રેક્ટરના પૈડા નીચે કચડીને સગર્ભા મહિલાનું મૃત્યુ થવાની ઘટના બાદ કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે. આ કિસ્સામાં સ્થાનિક પોલીસે કહ્યું છે કે ફાઇનાન્સ કંપનીના અધિકારીઓએ ટ્રેક્ટરની વસૂલાત માટે પીડિતાના ઘરે જતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી ન હતી.

મહિન્દ્રાએ દુઃખ વ્યક્ત કર્યું હતું

મહિન્દ્રા ગ્રૂપના વડા આનંદ મહિન્દ્રા(Anand Mahindra) અને કંપનીના એમડી અનીશ શાહે આ ઘટના સામે આવતાં શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પત્ર જારી કરીને આ મામલે શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે ત્રીજા પક્ષકારો દ્વારા લોનની વસૂલાતની પ્રથાની સમીક્ષા કરવામાં આવશે.

MFI લોનમાં  23.5% નો વધારો

એપ્રિલ-જૂન દરમિયાન માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓનો લોન પોર્ટફોલિયો 23.5% વધીને રૂ. 2.93 લાખ કરોડ થયો છે. માર્ચ ક્વાર્ટરમાં તે 2.85 લાખ કરોડ હતો. સરખામણીમાં 2.7% નો વધારો થયો છે. આમાં સ્મોલ ફાઇનાન્સ બેંકોનો હિસ્સો 16.9% છે.

ઘટના શું હતી?

ઝારખંડના હજારીબાગમાં સમયસર ટ્રેક્ટરના હપ્તા ન ચૂકવ્યા પછી ખેડૂતનું ટ્રેક્ટર બળજબરીથી ઉપાડવા આવેલા ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ વિકલાંગ ખેડૂતની સગર્ભા પુત્રીને વાહન વડે કચડી નાખતા  તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિવ્યાંગ ખેડૂત મિથિલેશ મહેતાએ મહિન્દ્રા ફાયનાન્સ પાસેથી ટ્રેક્ટર માટે લોન લીધી હતી જેના હપ્તા તેઓ સમયસર ભરપાઈ કરી શક્યા ન હતા.

RBI નું કડક વલણ

આરબીઆઈએ ગુરુવારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને આઉટસોર્સિંગ એજન્ટો દ્વારા કોઈપણ પ્રકારની વસૂલાત તાત્કાલિક બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય બેંકે નિર્દેશ આપ્યો છે કે નાણાકીય સેવા પ્રદાતા આ કંપની હવે રિકવરી એજન્ટોનો ઉપયોગ કરી શકશે નહીં.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati