Surat: મેઘરાજાની મહેરબાની યથાવત, કામરેજમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ

|

Jun 20, 2022 | 8:09 PM

શહેરભરમાં પડેલા વરસાદને(Rain) કારણે વેસુ વીઆઈપી રોડ પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

Surat: મેઘરાજાની મહેરબાની યથાવત, કામરેજમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ
Rain In Surat (File Image )

Follow us on

સુરત શહેર (Surat)માં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની (Rain) એન્ટ્રી યથાવત રહેવા પામી છે. ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદને પગલે જિલ્લાના કામરેજમાં (Kamrej) સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પલસાણામાં પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબકતાં વહેલી સવારે નોકરી-ધંધા માટે નીકળેલા વાહન ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. સુરત શહેરના પણ તમામ ઝોન વિસ્તારમાં ગઈકાલ રાતથી આજે સવાર સુધીમાં હળવાથી ભારે વરસાદ નોંધાવા પામ્યો છે.

હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 18 મીમી, રાંદેર ઝોનમાં 19 મીમી, કતારગામ ઝોનમાં 20 મીમી, વરાછા – એ ઝોનમાં સૌથી વધુ 41 મીમી, વરાછા ઝોન બીમાં 36 મીમી, લિંબાયત ઝોનમાં 39 મીમી, અઠવા ઝોનમાં 26 મીમી અને ઉધના ઝોનમા 23 મીમી વરસાદ નોંધાયો છે.

ગઈકાલ રાતથી શરૂ થયેલા એકધારા વરસાદને પગલે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી. આ સિવાય સેન્ટ્રલ ઝોનમાં ઠેર-ઠેર કાદવ કીચડને પગલે રહેવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ જિલ્લામાં આજે પણ સવારથી મેઘરાજાની મહેર યથાવત્ રહેવા પામી છે. કામરેજમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઓલપાડમાં 15 મીમી, ચોર્યાસીમાં 6 મીમી, પલસાણામાં એક ઈંચ જેટલો, બારડોલીમાં 17 મીમી, મહુવામાં 16 મીમી, માંગરોળ અને માંડવીમાં અનુક્રમે 5 અને 4 મીમી વરસાદ નોંધાયો છે. જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શહેરભરમાં પડેલા વરસાદને કારણે વેસુ વીઆઈપી રોડ પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરીનો દાવો પોકળ જ સાબિત થયો હતો. અહીં પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે હજી આગામી ત્રણથી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Article