Surat : કરોડના ખર્ચે બનેલી લાઈબ્રેરી વાંચકોના અભાવે ધૂળ ખાઈ રહી છે

|

Jun 03, 2021 | 3:54 PM

ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. અને હવે CBSE બોર્ડ બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે છેલ્લા 3 મહિનાથી બંધ લાઈબ્રેરીઓ (Library) પણ ધૂળ ખાઈ રહી છે.

Surat : કરોડના ખર્ચે બનેલી લાઈબ્રેરી વાંચકોના અભાવે ધૂળ ખાઈ રહી છે
લાઈબ્રેરી

Follow us on

Surat : ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે અને હવે CBSE બોર્ડ બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે છેલ્લા 3 મહિનાથી બંધ લાઈબ્રેરીઓ (Library) પણ ધૂળ ખાઈ રહી છે.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલ નર્મદ લાઈબ્રેરી 1991 માં બનેલી છે. રૂ. 4.03 કરોડના ખર્ચે આ મધ્યસ્થ લાઈબ્રેરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ લાઈબ્રેરી 6158 ચોરસ મીટર વિસ્તારના વિસ્તરેલી છે. જેમાં 2.50 લાખથી પણ વધારે પુસ્તકો વાંચકો માટે મુકવામાં આવ્યા છે. બાળકો માટે 42,312 પુસ્તકો, રેફરન્સ સેક્શન માટે 28, 377 પુસ્તકો, અને બ્રેઇલ લિપીના 2600 પુસ્તકો આવેલા છે.

આ લાઈબ્રેરીના 50 હજાર કરતા પણ વધુ સભ્યો છે. દરરોજ અહીં અસંખ્ય વાંચકો પુસ્તકો, અખબાર અને મેગેઝીનનું વાંચન કરવા આવે છે. એટલું જ નહિ પરીક્ષાના સમયે પણ વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીમાં વાંચન માટે આવતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પરંતુ કોરોનાના સમયમાં આ લાઈબ્રેરી છેલ્લા 3 મહિનાથી બંધ રાખવામાં આવી છે. હાલ આ લાઈબ્રેરી વાંચકોના અભાવે ધૂળ ખાઈ રહી છે. કોરોનાના સમયમાં સંક્રમણથી બચવા માટે લાઈબ્રેરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હવે અનલોકમાં ધીરે ધીરે તમામ વેપાર ધંધા અને સંસ્થાઓને કોરોનાના કેસો ઘટતાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લાઈબ્રેરીને પણ ખોલવાનો નિર્ણય કરવામાં આવે તેવી માંગણી પુસ્તક પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.

Next Article