Surat : શહેરમાં આગ બુઝાવવાનું કામ હવે રોબોટ કરશે, સુરત ફાયર વિભાગની તાકાતમાં થશે વધારો

|

Apr 01, 2022 | 9:48 AM

આગ બુઝાવવાની કામગીરીમાં મદદરુપ થઇ શકે તેવા અત્યાધુનિક સાધનો વિદેશોથી મંગાવવામાં આવી રહ્યા છે. આ પહેલા ટર્ન ટેબલ લેડર, હાઈટેક કેમેરા સાથેના ફાયર ફાઇટિંગ સાધનો અને હવે રોબોટની મદદથી સુરત ફાયર વિભાગ પોતાની તાકાત વધારવા જઈ રહ્યું છે.

Surat : શહેરમાં આગ બુઝાવવાનું કામ હવે રોબોટ કરશે, સુરત ફાયર વિભાગની તાકાતમાં થશે વધારો
Fire Fighting robot (File Image )

Follow us on

શહેરની સાંકડી શેરીઓમાં કે જ્યાં ફાયર બ્રિગેડના વાહનો આસાનીથી ન જઈ શકે અથવા ફાયર(Fire ) કર્મીઓ, અધિકારીઓ માટે જોખમ(Risk ) હોય તેવા વિસ્તારોમાં આગ ઓલવવાનું કામ રોબોટ(Robot ) કરશે. આ રોબોટિક વાહનમાં અત્યાધુનિક થર્મલ ઈમેજીંગ કેમેરા વગેરેની સુવિધા હશે, આગ અકસ્માતના કોલમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી શકાશે અને ફસાયેલી વ્યક્તિને બહાર કાઢીને જાનહાનિમાંથી બચાવી શકાશે. 1 કરોડ 42 લાખ 33 હજાર 750 રૂપિયાના ખર્ચે ખરીદાયેલ આ રોબોટ શુક્રવારે લોન્ચ કરવામાં આવશે. ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ચોક બજાર કિલ્લાના પટાંગણમાં ફાયર ફાઈટીંગ રોબોટ, 3 ફોમ કમ વોટર ટેન્ડર અને 2 ફાયર એન્જીન, 2 વોટર બોવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 2 કરોડ 49 લાખ 4 હજાર 497ના ખર્ચે 3 ફોમ કમ વોટર ટેન્ડર ખરીદવામાં આવ્યા છે. આ વાહનોનો ઉપયોગ સુરત શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરેમાં લાગેલી આગમાં અગ્નિશમન માટે થઈ શકે છે.

Fire fighting robot in surat (File Image )

આ વાહનોનો ઉપયોગ શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈ રાઈઝ ઈમારતો વગેરેની આગમાં અગ્નિશમન માટે પણ થઈ શકે છે. શુક્રવારે મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા આ વાહનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર અને ઈમરજન્સી વિભાગ માટે ઓનલાઈન ફાયર એનઓસી માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ લોન્ચ કરવામાં આવશે.નોંધનીય છે કે તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયર વિભાગે અગ્નિશમન સાધનો અને વાહનોમાં સતત વધારો કર્યો છે.

આગ બુઝાવવાની કામગીરીમાં મદદરુપ થઇ શકે તેવા અત્યાધુનિક સાધનો વિદેશોથી મંગાવવામાં આવી રહ્યા છે. આ પહેલા ટર્ન ટેબલ લેડર, હાઈટેક કેમેરા સાથેના ફાયર ફાઇટિંગ સાધનો અને હવે રોબોટની મદદથી સુરત ફાયર વિભાગ પોતાની તાકાત વધારવા જઈ રહ્યું છે. જેના માટે હવે 2 કરોડ 91 લાખ 97 હજાર 996 રૂપિયાના ખર્ચે 2 ફાયર એન્જિન ખરીદવામાં આવ્યા છે. આ વાહનોનો ઉપયોગ શહેરમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરે સ્થળોએ આગ બુઝાવવા માટે થઈ શકે છે. 2 કરોડ 43 લાખ 96 હજાર 232 રૂપિયાના ખર્ચે વોટર બોવર ખરીદવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામેદાર બની, આપના વર્તમાન અને ભૂતપૂર્વ નગરસેવક વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગ બાબતે હોબાળો

Surat : જાહેરમાં રેગીંગ કરનાર સિનિયર તબીબો નિર્દોષ પુરવાર થવાની સંભાવના, કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો

Next Article