Surat : કામરેજમાં 50 ફૂટ ઊંડા કુવામાં પડેલા શ્વાનને ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો

|

Sep 12, 2022 | 6:29 PM

સ્થાનિકોએ ફાયરના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે આગ અકસ્માતની ઘટના સિવાય પણ ફાયર વિભાગ દ્વારા એક મૂંગા પશુ માટે આટલી મહેનત કરીને તેનો જીવ બચાવવામાં મદદ કરી હતી.

Surat : કામરેજમાં 50 ફૂટ ઊંડા કુવામાં પડેલા શ્વાનને ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો
The fire department rescued a dog lying in a 50 feet deep well in Kamrej(File Image )

Follow us on

સુરત(Surat ) જિલ્લાના કામરેજ(Kamrej ) ખાતે એક ફળિયામાં આવેલા 50 ફુટ જેટલા ઊંડામાં કુવામાં (Well )એક શ્વાન કોઈ રીતે પડી ગયો હતો. કૂવો સૂકો એટલે કે ખાલી હતો. જયારે રાત્રી દરમિયાન અંદર પડી ગયેલ શ્વાન બહાર નીકળવા માટે રાતભર તડફડયા મારતો રહ્યો હતો. સવારે એક સ્થાનિક રહીશની નજર પડતા તેને ફાયર કંટ્રોલને જાણ કરી જેથી ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા અને ત્યારબાદ જવાનોએ અંદર ઉતરી તથા રસ્સી વડે રેસ્ક્યુ કરી શ્વાનને સહીસલામત બાહર કાઢવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે કામરેજના નાવાગામ ખાતે આવેલ હળપતિવાસમાં 50 ફુટ જેટલો ઊંડો કૂવો છે જેમાં એક શ્વાન પડી ગયો હતો. સ્થાનિક રહીશ અલ્પેશભાઈ રાઠોડે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ શ્વાન રાત્રી દરમિયાન કોઈ રીતે કુવામાં પડી ગયો હતો. બહાર નીકળવા માટે રાતભર પ્રયત્નો કર્યો હતો. જોકે રાત્રી દરમિયાન કોઈને ખબર નહીં હતી.

જોકે સવારે તેઓ કુવા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યાર તેમને કુવામા જોતા અંદર શ્વાન પડેલો દેખાયો હતો અને બહાર નીકળવા માટે ફાંફા મારી રહ્યો હતો. જેથી મેં ફાયર કંટ્રોલને જાણ કરી અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર આવ્યા. ફાયરના જવાનો કુવામાં ઉતર્યા અને દોરડા વડે ખેંચીને અડધા કલાકની જહેમત બાદ શ્વાનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ રીતે સ્થાનિક રહીશ અને ફાયરના જવાનોની લીધે એક અબોલ પ્રાણીનો જીવ બચી ગયો હતો. સ્થાનિકોએ ફાયરના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે આગ અકસ્માતની ઘટના સિવાય પણ ફાયર વિભાગ દ્વારા એક મૂંગા પશુ માટે આટલી મહેનત કરીને તેનો જીવ બચાવવામાં મદદ કરી હતી.

Next Article