Surat: બારડોલીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

બારડોલીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે બારડોલી પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો ત્યારે આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat: બારડોલીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 09, 2023 | 5:50 PM

સુરત જિલ્લાના બારડોલીમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવવાની ઘટના સામે આવી છે. આ ટોળકીએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે બારડોલી પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો, ત્યારે આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ ખેડૂતને માર માર્યો

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ખાલીદ કલીમ ખટીક તથા શાહરૂખ ઉર્ફે બોબો રફીક અન્ય સહ આરોપી મહિલા હેતલ પટેલ, ગૌરવ પારીખ, રાહુલ, આશુતોષ દવે તથા સુદામ આહીરે ભેગા મળીને કાવતરાના ભાગરૂપે હેતલ પટેલ નામની મહિલાએ ખેડૂતને ફેસબુક ઉપર ફ્રેન્ડ બની વિશ્વાસ કેળવી મિત્રતા કરી હતી. બારડોલી નજીક કારમાં બેચાડી પલસાણા હાઈવે તરફના બાયપાસ રોડ પર લઈ જઈ ત્યાં બાકીના ચાર આરોપીઓ પૈકીના એક આરોપીએ ખેડૂતને હેતલ પટેલના પતિ હોવાનું જણાવી ખેડૂતને તમાચા મારી દીધા હતા.

ખેડૂતે બારડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો

ખેડૂતને ધાક ધમકીઓ આપી તેને પોતાની જ કારમાં બેસાડી ઘલુડા પાટિયા પાસે લઇ જઈ ત્યાં આગળ બીજા ત્રણ આરોપીઓ એક કારમાં આવી પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને પોલીસ કેસ ના કરવો હોય અને પતાવટ કરવી હોય તો 25 લાખ આપવા પડશે તેમ કહી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે આખરે આ સમગ્ર મામલે ખેડૂતે બારડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : સુરતમાં છેતરપિંડી આચરનારા કે.એસ. ડિજિટલ ગ્રૂપની ઓફિસમાં લોકોએ તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો

આરોપી જેલના સળિયા પાછળ

સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે બારડોલી પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સુરતના રાંદેર વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાંદેર ટાઉન બસ સ્ટોપ પાસેથી આરોપી ખાલીદ કલીમ ખટીક અને શાહરૂખ ઉર્ફે બોબો રફીક મૂલતાનીને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં વધુ પૂછતાછ પન્ન પોલીસ દ્વારા કરવામાં આવશે. જોકે અન્ય ગુનાઓ સેમ આવશે તો તે અંગે પણ પોલસી દ્વારા કાર્યવાહી કરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">