Surat : વેક્સિનના બીજા ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવા કોર્પોરેશન લોકોના ઘર આંગણા સુધી પહોંચશે

દરમિયાન ડોર ટુ ડોર સર્વે કરીને શહેરીજનોને કોરોના ની રસી આપવામાં આવી હતી. આ અભિયાનમાં મહાનગરપાલિકાને સફળતા મળતા ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો હતો. બીજા ડોઝની બાકી રહેલી 49 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા હવે મોપ એપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Surat : વેક્સિનના બીજા ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવા કોર્પોરેશન લોકોના ઘર આંગણા સુધી પહોંચશે
Surat: The corporation will reach people's homes to meet the target of the second dose of vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 8:01 AM

શહેરીજનો જીવલેણ કોરોના વેક્સીન(Corona Vaccine ) થી વંચિત ન રહે તે માટે તમામ લોકો સુધી રસી પહોંચાડવાનો પ્રયાસ મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા કરવામાં આવ્યો છે. 

11 થી વધુ લોકો એક સ્થળેથી રસી લેવા ઇચ્છુક હશે તો તેના માટે મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર 19001238000  કાર્યરત કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરતાની સાથે સુરત મહાનગરપાલિકાની મોબાઈલ ટિમ સાથે સ્થળ પર જઈને રસી આપશે.  આ સાથે કોરોનાની રસી થી વંચિત રહી ગયેલા  લોકો માટે મોપએપ કેમ્પનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 34,32,737 વ્યક્તિને કોરોના ની રસી આપવાનો લક્ષયાંક મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે બીજા ડોઝના વેક્સિનની અત્યાર સુધી 51 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો 84 દિવસ પછી લેવાનો હોય છે. બે રસી વચ્ચે સમયગાળો વધુ હોય બીજો ડોઝ લેવામાં લોકોમાં નિરસતા જોવા મળી હતી. પરિણામે લોકોમાં જાગૃતતા લાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દરમિયાન ડોર ટુ ડોર સર્વે કરીને શહેરીજનોને કોરોના ની રસી આપવામાં આવી હતી. આ અભિયાનમાં મહાનગરપાલિકાને સફળતા મળતા ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો હતો. બીજા ડોઝની બાકી રહેલી 49 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા હવે મોપ એપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દરમિયાન શહેરમાં જે છૂટાછવાયા લોકો રસી થી વંચિત રહી ગયા છે તેમને રસીનો ડોઝ આપીને  શહેરના તમામ લોકોને સંપૂર્ણપણે રસીકરણ યુક્ત કરવામાં આવશે. આ સાથે શહેરના તમામ લોકો રસીકરણ યુક્ત થાય અને શહેરીજનોને રસી માટે સેન્ટર સુધી ધક્કો ખાવો નહીં પડે તે માટે વિલંગો, વયસ્ક વ્યક્તિઓ, અને વેક્સીન લેવા ઇચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટે ટોલ ફરી નંબર 18001238000 શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરતા જ તમામ વ્યક્તિઓને પ્રાધાન્ય આપીને વેક્સિનેશન મોબાઈલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: surat: વેપારીઓને ચાંદી-ચાંદી, તહેવારોને પગલે સાડી અને ડ્રેસ મટિરિયલ્સની ડિમાન્ડમાં વધારો

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">