Surat : વિકાસની સાથે શહેરની હરિયાળી પણ જળવાઈ રહે તે દિશામાં કોર્પોરેશન આગળ વધશે

|

Jan 29, 2022 | 3:09 PM

આવનાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, આઉટર રિંગરોડ, તાપી શુદ્ધીકરણ, રિવરફ્રન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટોની કામગીરીને વેગ મળે તેમ છે. ત્યારે આવા પ્રોજેક્ટોની આસપાસ સુરત મહાનગરપાલિકા દ્વારા 3.18 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યું છે. 

Surat : વિકાસની સાથે શહેરની હરિયાળી પણ જળવાઈ રહે તે દિશામાં કોર્પોરેશન આગળ વધશે
The corporation will move in the direction of maintaining the greenery of the city along with the development(File Image )

Follow us on

સુરત શહેર મેટ્રો(Metro )  શહેર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત શહેરનો વિકાસ (Development)  અવિરતપણે આગળ વધી રહ્યો છે. હાલમાં વિકાસ તરફ હરણફાળ ગતિથી આગળ વધી રહેલું સુરત શહેર જાણે સિમેન્ટ કોંક્રીટનું જંગલ બની ગયું છે તેમ ચારે બાજુ નવા બાંધકામો (Construction) જોવા મળી રહ્યા છે.

સુરત શહેરમાં ગ્રીન બેલ્ટ ઓછો થતા શહેરના પ્રદુષણ યુક્ત શહેરોમાં સુરતનો પણ સમાવેશ થઇ ગયો છે. ત્યારે સુરત શહેરને પ્રદુષણ મુક્ત બનાવવાના હેતુ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીનરી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષોમાં વિકાસના કામો મંદ ગતિથી આગળ વધી રહ્યા છે.

તેવામાં આવનાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, આઉટર રિંગરોડ, તાપી શુદ્ધીકરણ, રિવરફ્રન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટોની કામગીરીને વેગ મળે તેમ છે. ત્યારે આવા પ્રોજેક્ટોની આસપાસ સુરત મહાનગરપાલિકા દ્વારા 3.18 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે પૈકી તાપી શુદ્ધિકરણ યોજના હેઠળ એક લાખ રોપાઓના પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મેટ્રો રેલ પ્રોજેક્ટરમાં કોમ્પૅન્સ્ટ્રી આફોરેસ્ટેશન પ્લાનટેશન હેઠળ 18 હજાર અને બાયોડાયવર્સીટી પાર્ક આફોરેસ્ટેશન પ્લાન્ટેશન હેઠળ વધુ 2 લાખ રોપાઓના પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય શહેરના અલગ અલગ ઝોન વિસ્તારોમાં 7 નવા ગાર્ડન બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ત્યારે શહેરના હદ વિસ્તારમાં આવતા તમામ તળાવોને બેન્ક પ્રૉટેક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સાથે શહેરમાં 25 જેટલા તળાવો આવેલા છે, તેને લેક ગાર્ડન તરીકે વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ખાસ કરીને દિવ્યાંગ માટે અલાયદું ગાર્ડન પણ બનાવવાની વિચારણા આ બજેટમાં કરવામાં આવી છે, જેમાં દિવ્યાંગો માટે ફ્રેન્ડલી હોય તેવા વોક વે, એક્સસાઈઝ ના સાધનો વગેરે પણ મુકવામાં આવશે. આમ, શહેરમાં પ્રદુષણની માત્રા વધતા હવે ખાસ કરીને શહેરના ગ્રીન બેલ્ટ પર વિશેષ ભારણ મુકવામાં આવ્યું છે.

વિકાસના કામોની સાથે સાથે શહેરની હરિયાળી પણ જળવાઈ રહે તેમજ શહેરને પ્રદુષણમુક્ત કરવાની દિશામાં વધુ વૃક્ષ વાવવાની દિશામાં પણ કોર્પોરેશન આયોજનબદ્ધ રીતે આગળ વધવા જઈ રહી છે.

આ પણ વાંચો :

સુરત કોરોના અપડેટ: શહેરમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, 628 કેસ સામે 2,121 દર્દી સાજા થયા

Surat: જુવેનાઇલ રિમાન્ડ હોમમાં કોરોનાની એન્ટ્રી, એક કિશોર અને ત્રણ કર્મચારીઓ સંક્રમિત

Next Article