Surat : શહેરમાં 25 લાખથી વધુની કિંમતના વાહનો પર ચાર ટકા લેખે વાહન વેરો વસુલશે, પહેલી એપ્રિલથી અમલી
મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે , 2019-20માં શહેરમાં 15 કારો સહિત ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા માત્ર 147 હતી. ઇલેક્ટ્રિક વાહન પોલિસીનો અમલ થયો ત્યારે સંખ્યા 1043 હતી જ્યારે હાલ સંખ્યા 5631 છે . શહેરમાં 300 ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ગાડીઓ નોંધાયેલ છે . ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સીસ્ટમ હેઠળ પણ ભારતના 9 શહેરોમાં સુરતનો સમાવેશ કરાયો છે.
શહેરમાં(Surat ) ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધારવા તથા પેટ્રોલ – ડિઝલ આધારિત વાહનોનું(Vehicles ) પ્રમાણ ઘટાડવાના હેતુથી મનપા(SMC) દ્વારા આગામી 1 એપ્રિલથી પેટ્રોલ – ડિઝલ આધારિત વાહનોના આજીવન કરમાં વધારો કરવાનું નક્કી કરાયું છે. 25 લાખથી વધુની પડતર કિંમત ધરાવતાં વાહનો પર હવે ચાર ટકા લેખે વાહનવેરો વસૂલવામાં આવશે. જ્યારે 10 થી 25 લાખ સુધીની કિંમતના વાહનો માટે આજીવન કર 3.50 ટકા વસૂલવામાં આવશે.
તમામ પ્રકારના થ્રી – વ્હીલર વાહનો પર 2.50 ટકા , 10 લાખ સુધીની કિંમતના ફોર – વ્હીલર કે તેથી વધુ વ્હીલર ધરાવતાં વાહનોની પડતર કિંમતમાં 2.50 ટકા આજીવન કર વસૂલવામાં આવશે. 25 લાખ સુધીની કંપની ફીટેડ સીએનજી વાહનોમાં વાહનની પડતર કિંમતના એક ટકાની છૂટ વાહનવેરામાં આપવામાં આવશે. મનપા દ્વારા આ અંગેની જાહેર નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે.
આગામી 1 એપ્રિલથી લાગુ પડનારી નવી પોલિસી મુજબ , ટૂ – વ્હીલર વાહનો માટે આજીવન વાહનવેરો પડતર કિંમતના બે ટકા અને જો સીએનજી વાળુ ટૂ – વ્હીલર વાહન હોય તો 1.50 ટકા કર વસૂલાશે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન વખતે વર્ષ 2022-23માં આજીવન વાહનવેરામાં સંપૂર્ણ માફી આપવાનુંનક્કી કરાયુંછે. શહેરમાં ઇલે . વાહનોની સંખ્યામાં વધારો થાય અને પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો કરી શકાય તે હેતુથી મનપા દ્વારા ઇલે . વાહનોના આજીવન વાહનકરની ૨કમમાં વર્ષ 2022-23 દરમિયાન 100 ટકા માફી આપવામાં આવશે . વર્ષ 2023-24માં 75 ટકા માફી રજિસ્ટ્રેશન વખતે ઇલે . વાહનધારકોને આપવામાં આવશે.
મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે , 2019-20માં શહેરમાં 15 કારો સહિત ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા માત્ર 147 હતી. ઇલેક્ટ્રિક વાહન પોલિસીનો અમલ થયો ત્યારે સંખ્યા 1043 હતી જ્યારે હાલ સંખ્યા 5631 છે . શહેરમાં 300 ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ગાડીઓ નોંધાયેલ છે . ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સીસ્ટમ હેઠળ પણ ભારતના 9 શહેરોમાં સુરતનો સમાવેશ કરાયો છે.
મનપા દ્વારા પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સોલિડ વેસ્ટ ડીપાર્ટમેન્ટ વર્કશોપ માટે મનપા દ્વારા પાંચ ટાટા નેક્સોન ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં આવશે . તદ્ઉપરાંત અલથાણ , મગોબ અને પાલનપોર ખાતે મનપા દ્વારા 80 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે . જે પૈકી પાલનપુર ખાતે હાલ 13 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે .
શહેરમાં 50 લોકેશનો પર પીપીપી ધોરણે ખાનગી પર્યાવરણની જાળવણી તથા પેટ્રોલ – ડિઝલના ભાવમાં અતિશય વૃદ્ધિને કારણે હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે . સરકારની સૂચના મુજબ મનપા દ્વારા પણ શહેરમાં પેટ્રોલ – ડિઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધે તે માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહનો એજન્સીઓને પણ ચાર્જિંગ સ્ટેશન માટે પોલિસી અન્વયે જગ્યાની ફાળવણી કરાશે.
આ પણ વાંચો :