Surat : અલગ અલગ નામ સરનામાં બદલીને ભાગતા ફરતા આરોપીને સુરત પોલીસે 21 વર્ષ પછી દબોચી લીધો

|

May 17, 2022 | 2:41 PM

આરોપીને(Accused ) એમ હતું કે આટલા વર્ષ થયાં છે તો શું પોલીસ હવે પકડી શકશે લોકો ભૂલી પણ ગયા હશે ત્યાં ફરી સુરતમાં થોડા દિવસો પહેલા આવ્યો હતો અને ચોરી છુપી ને રહેતો હતો પણ ત્યાં પોલીસ ને ગંધ આવી ગઈ અનેં પોલીસ પકડમાં આવી ગયો

Surat : અલગ અલગ નામ સરનામાં બદલીને ભાગતા ફરતા આરોપીને સુરત પોલીસે 21 વર્ષ પછી દબોચી લીધો
Accused caught by surat police after 21 years (File Image )

Follow us on

સુરત(Surat ) શહેરમાં 21 વર્ષ પહેલા પાંડેસરા પો.સ્ટેના ચર્ચાસ્પદ મર્ડરની(Murder ) ઘટના બની હતી અને તે ગુનામાં નાસતા ફરતા આરોપીને એક બે નહિ પણ 21 વર્ષ બાદ સુરતની સચીન GIDC પોલીસ(Police ) દ્વારા પકડી પાડવામાં આવ્યો. સુરત પોલીસનું ક્લિનચિટ અભિયાન ને લઈને પડતર ગુના ઉકેલવા માટે સુરત પોલીસ એક મહિનાથી કામે લાગી ગઈ છે ત્યારે 21 વર્ષ પહેલાં થયેલ હત્યાનો ભેદ આજે ઉકેલાયો છે.સુરત પોલીસ દ્વારા આ જે અભિયાન શરૃ કરવામાં આવ્યું છે તેમાં અત્યાર સુધી છેલ્લા બે મહિનામાં વર્ષો પહેલાના ગુનામાં સંડોવાયેલા ઈસમો પકડાઈ રહ્યા છે અને ગુજરાત માં આવા ઇસમોને પકડવા સુરત શહેર પોલીસ ની કામગીરી વધારે હશે તો નવાઈ પણ નહીં.

સુરતના છેવાડે આવેલ સચીન GIDC પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ ને બાતમીના આધારે આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરાની ધરપકડ કરી છે આ પકડાયેલ આરોપીએ 2001 માં એક ઇસમની હત્યા બેરહરમી પૂર્વક કરવામાં આવી હતી પકડાયેલ આરોપી સહિત અન્ય સહ આરોપી દ્વારા કુહાડી ના ધા મારીને ઇસમની હત્યા નિપજવામાં આવી હતી જેમાં જેતે સમયે સહ આરોપી પકડાયેલ હતા આ હત્યાના કેસમાં નાસતો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરા ઘટના 21 વર્ષ બાદ પકડાયો છે.

જોકે આ પકડાયેલ આરોપી પોલીસ ના હાથે ન પકડાયેલ તે માટે અલગ અલગ નામ બદલી ને શહેર માં ફરતો હતો પણ આખરે આરોપી ની બુદ્ધિ નો પ્રયોગ 21 વર્ષ બાદ ખુલ્લો પડ્યો હતો અને સુરત પોલીસના હાથે પકડાય ચુક્યો છે.આવી રીતે લીંબાયત વિસ્તારમાં 21 વર્ષ પહેલાં કરેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે.આ સચિન GIDC પોલીસ ના હાથે પકડાયેલ આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અનેક પ્રયાસો કરતો હતો જેમ કે અલગ અલગ રાજ્યોમાં  છેવાડાની નાની સીટીમાં રહેતો હતો અને નામ સરનેમ બદલી ને રહેતો સાથે નાની મોટી મજૂરી કામ કરી રહેતો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આરોપીને એમ હતું કે આટલા વર્ષ થયાં છે તો શું પોલીસ હવે પકડી શકશે લોકો ભૂલી પણ ગયા હશે ત્યાં ફરી સુરતમાં થોડા દિવસો પહેલા આવ્યો હતો અને ચોરી છુપી ને રહેતો હતો પણ ત્યાં પોલીસ ને ગંધ આવી ગઈ અનેં પોલીસ પકડમાં આવી ગયો. સુરત માં વર્ષો થી ફરાર હત્યા નો આરોપીને સુરત પોલીસે પકડી પાડ્યો છે.લિંબાયત પોલીસ હત્યારાને ઓરિસ્સા થી ઝડપી લાવી છે.

21 વર્ષ અગાઉ હત્યા કરીને ઓરિસ્સા ભાગી ગયો હતો આ પકડાયેલ આરોપી ને પકડવા માટે છેલ્લા 21 વર્ષ સુરત પોલીસને દમ નીકળી ગયો હતો આખરે 21 વર્ષ બાદ સફળતા મળી છે.આ પકડાયેલ આરોપીએ 2001માં અમીત ઉર્ફે અમુલ્ય ની હત્યા કરી નાખી હતી.પત્ની સાથે આડા સંબંધ ના વહેમમાં ત્રણ લોકોએ મળી અમીત ની હત્યા કરી હતી.

Next Article