Surat: આરોપીને પોલીસે ઢોર માર માર્યો, ખોટો મેડિકલ રિપોર્ટ રજૂ કરતા પોલીસને આવ્યું કોર્ટનું તેડું

|

Jun 24, 2021 | 7:05 PM

Surat: સુરતમાં લીંબાયત પોલીસને પછડાટ ખાવાનો વારો આવ્યો છે. કોર્ટે લીંબાયત પોલીસના પીઆઈ એચ.બી.ઝાલા અને પીએસઆઈ જે.પી.સોલંકીને હાજર રહેવા હુકમ કર્યો હતો.

Surat: આરોપીને પોલીસે ઢોર માર માર્યો, ખોટો મેડિકલ રિપોર્ટ રજૂ કરતા પોલીસને આવ્યું કોર્ટનું તેડું

Follow us on

Surat: સુરતમાં લીંબાયત પોલીસને પછડાટ ખાવાનો વારો આવ્યો છે. સામાન્ય મારામારીના કેસમાં લીંબાયત પોલીસે (Limbayat police) આરોપીને 3 દિવસ ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. આરોપીના પિતાએ જ્યારે પોલીસને આ બાબતે પૂછપરછ કરી તો પોલીસે કોઈ જવાબ આપ્યો ન હતો અને તેમને રવાના કરી દીધા હતા.

 

આરોપીના પિતાએ લીંબાયત પોલીસને તેમના દીકરાને કયા ગુનામાં અટકાયત કરી? તેને શા માટે આટલો ઢોર માર મારવામાં આવ્યો તે પ્રશ્નો પણ પૂછ્યા હતા પણ પોલીસે અટકાયત (PoliceCustody) કરેલ આરોપીને મળવા દેવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

જોકે આરોપીના પિતાની દલીલ હતી કે તેમના દીકરાએ કોઈ લૂંટ, મર્ડરનો ગુનો કર્યો ન હતો, જેથી તેને આટલો માર કયા કારણોસર મારવામાં આવ્યો તે જાણવા પોલીસ તરફથી જવાબ ન મળતા તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે લીંબાયત પોલીસના પીઆઈ એચ.બી.ઝાલા અને પીએસઆઈ જે.પી.સોલંકીને હાજર રહેવા હુકમ કર્યો હતો.

 

પોલીસ દ્વારા માર માર્યાનો આક્ષેપ હોવાથી કોર્ટે સ્મીમેર હોસ્પિટલમાં તેને શારીરિક તપાસ માટે મોકલવા જણાવ્યું હતું. જોકે સ્મિમેરમાંથી પણ તબીબે ખોટા રિપોર્ટ બનાવીને આરોપીના શરીરે ઈજાના કોઈ જ નિશાન નહીં હોવાનું જણાવ્યું હતું.

 

આ વાત ધ્યાને આવતા કોર્ટે પોલીસ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના રિપોર્ટ બનાવનાર તબીબને પણ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો છે. આમ પોલીસના જુઠ્ઠાણા સાથે સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા પણ બોગસ રિપોર્ટ પકડાતા કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.

 

આરોપીનો હવે સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ રિપોર્ટ કાઢવામાં આવ્યો છે. જેમાં આરોપીના શરીર પર ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પી.આઈ. અને પીએસઆઈને તેમજ અન્ય ડી સ્ટાફને હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Ahmedabad: જગન્નાથ મંદિરમાં લઈ શકાશે વેક્સિનેશનનો લાભ, પોલીસ જવાનો માટે ટેલિમેડિસીન સેવા શરૂ

 

આ પણ વાંચો: Vadodara: શહેર પોલીસે ડ્રગ્સ કેસના આરોપીનો હોંગકોંગથી કબ્જો મેળવ્યો, 12 કરોડનાં ડ્રગ્સ કેસમાં મોટી સફળતા

Next Article