Surat : સ્ટીલ, સિમેન્ટના ભાવમાં અતિશય વૃદ્ધિ અને અન્ય પડતર પ્રશ્નના વિરોધમાં મનપાના વિવિધ પ્રોજેક્ટોની ટેન્ડર પ્રક્રિયા 70 દિવસથી ઠપ્પ
છેલ્લા 70 દિવસથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઈસ્યુ કરાતા વિવિધ કામગીરી પ્રોજેક્ટોના ટેન્ડરો પૈકી પાંચ - સાત નાની - મોટી કામગીરી સિવાય સિવિલ વર્ક સંબંધી કામગીરીના કોઈ ટેન્ડરો ભરાયા નથી. જેને લીધે આગામી બે - ચાર મહિનાઓમાં કામગીરીને વિપરિત અસર થઇ શકે છે .
કોરોના (Corona) પછી સ્ટીલ, સિમેન્ટ સહિતના સિવિલ વર્ક મટિરિયલમાં(Material) થયેલ અતિશય ભાવવધારા, આયાતી ડામર બાબતે સરકારના ભેદીવલણ, ભાવવધારાના તફાવતના માર્કેટ રેટ મુજબ સરકારમાંથી(Government ) બાકી ચુકવણા સહિતના મુદ્દે ગુજરાત કોન્ટ્રાક્ટર એસો.ના નેજા હેઠળ દક્ષિણ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા પણ નવા કોઈપણ કામો પ્રોજેક્ટો માટેના ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો .સુરત મનપામાં છેલ્લા 70 દિવસોમાં વિવિધ ઝોન અને વિભાગો દ્વારા ઈસ્યુ કરાયેલ ટેન્ડરો પૈકી માંડ પાંચ સાત નાના સિવિલ રોડ કામગીરી માટેના ટેન્ડરો સિવાય અન્ય કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા નથી. મનપા દ્વારા પ્રગતિ હેઠળના પ્રોજેક્ટો તેમજ વિકાસ કામગીરી કોઇ કોન્ટ્રાક્ટરે અટકાવી નથી, પરંતુ વિવિધ પડતર મુદ્દે અને સ્ટીલ – સિમેન્ટ સહિત બાંધકામ મટિરિયલના ભાવોમાં થયેલ રોકેટ ગતિએ વધારાના કારણે કામગીરીમાં ઝડપ પણ લાવી શકાઈ નથી .
સમગ્ર ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા સમાન વલણ અપનાવાયું હોવાથી નવા કામો માટે કોઇ ટેન્ડર જ ભરાતા નથી અને તેથી સમગ્ર રાજ્યમાં નવા વિકાસ કામોને ગ્રહણ લાગી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારને પણ કોન્ટ્રાક્ટરોનો આ રવૈયો માફક આવે તેમ નથી. પરિણામે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશનના અગ્રણીઓ સાથે સરકાર સ્તરે તમામ પડતર પ્રશ્ન સાકારાત્મક બેઠક યોજાઈ ગઈ હોવાની ચર્ચા સ્થાનિક અગ્રણી કોન્ટ્રાક્ટરોમાં સાંભળવા મળી છે અને આગામી એક – બે દિવસોમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી આ અંગે દક્ષિણ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનને પણ જાણ કરવામાં આવશે .
મનપાના સૂત્રો મુજબ , છેલ્લાં 70 દિવસથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઈસ્યુ કરાતા વિવિધ કામગીરી પ્રોજેક્ટોના ટેન્ડરો પૈકી પાંચ – સાત નાની – મોટી કામગીરી સિવાય સિવિલ વર્ક સંબંધી કામગીરીના કોઈ ટેન્ડરો ભરાયા નથી . જેને લીધે આગામી બે – ચાર મહિનાઓમાં કામગીરીને વિપરિત અસર થઈ શકે છે. રાજ્ય સ્તરના એસોસિએશન દ્વારા સરકાર સાથે સકારાત્મક બેઠકને પગલે આગામી દિવસોમાં સુરત મનપામાં પણ નવા ટેન્ડરો માટેની પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટરો બીડ કરવાની શરુઆત કરે તેવી શક્યતા છે .
આ પણ વાંચો : Surat : વાહનચાલકો પાસેથી નાણા ઉઘરાવવાના વાયરલ થયેલા વિડીયો મામલો, છ ટ્રાફિક બ્રિગેડ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા
આ પણ વાંચો : SURAT: ચોકીદારે જ ઓફિસમાં એકલા બેઠેલા માલિકને લૂંટ્યા, ગળે કોયતો રાખીને 6 લાખની લૂંટ ચલાવી