Surat : વાહનચાલકો પાસેથી નાણા ઉઘરાવવાના વાયરલ થયેલા વિડીયો મામલો, છ ટ્રાફિક બ્રિગેડ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા
લગભગ એકાદ અઠવાડિયા પહેલા ન્યુ બોમ્બે માર્કેટ પાસે બ્રિજ નીચે કેટલાક ટીઆરબીના કર્મીઓ અને સાદા ડ્રેસ પહેરેલા ઈસમો વાહનચાલકો પાસેથી ઉઘરાણી કરતા હોય તેવા વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.
ન્યુ બોમ્બે માર્કેટ પાસે બ્રિજ નીચે ટીઆરબી જવાન (TRB jawan)અને પોલીસ કર્મીઓ (police) દ્વારા વાહન ચાલકો પાસેથી નાણાં ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ (Video Viral) થયો હતો. વાહન ચાલકો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવતા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ અંગે ટ્રાફિક વિભાગ (Traffic Department)દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં છ ટ્રાફિક બ્રિગેડને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલુંજ નહીં પણ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મીઓને બચાવી લેવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાણાં ઉઘરાવાના પ્રકરણમાં છ ટ્રાફિક બ્રિગેડ કર્મીઓને ફરજ મોકૂફ કરી ઘરે બેસાડવી દેવામાં આવ્યો છે. જયારે મોટો સવાલ એ ઉઠવા પામ્યો છે કે વીડિયોમાં દેખાતા પોલીસ કર્મીઓ વિરુદ્ધ યોગ કાર્યવાહી કેમ નહીં કરવામાં અહીં આવી. વધુમાં જણાવીએ કે સરદાર માર્કેટથી સુરત સ્ટેશન તરફ જતા રસ્તા પર છેલ્લા ઘણા સમયથી છોટા હાથી ટેમ્પા સહિતના વાહનચાલકો પાસેથી ટ્રાફિક બ્રિગેડ કર્મીઓ અને તેમના મળતીયાઓ દ્વારા નાણાની ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.
લગભગ એકાદ અઠવાડિયા પહેલા ન્યુ બોમ્બે માર્કેટ પાસે બ્રિજ નીચે કેટલાક ટીઆરબીના કર્મીઓ અને સાદા ડ્રેસ પહેરેલા ઈસમો વાહનચાલકો પાસેથી ઉઘરાણી કરતા હોય તેવા વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.આ મામલે તપાસ થતા ટીઆરબી જવાનો ઉઘરાણો કરતા હોવાનું જાણવા મળતા છ ટીઆરબી જવાનોને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Bhavnagar: મહિલા PSI કરી અન્ય એક PSI વિરુદ્ધ બળાત્કાર અને લૂંટની ફરિયાદ, જાણો સમગ્ર મામલો