Surat : સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તમાકુની હોળી કરી વ્યસનમુક્તિ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ

|

May 31, 2022 | 1:10 PM

સુરતમાં (Surat ) પણ પોલીસ અને કતારગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ટોબેકો હોળી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surat : સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તમાકુની હોળી કરી વ્યસનમુક્તિ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ
Say no to tobacco (File Image )

Follow us on

આજે વિશ્વ નો ટોબેકો દિવસને ( World No Tobacco Day 2022) લઈ ને ભારતની યુવા પેઢી (young Generation ) તંદુરસ્ત અને નિરોગી રહે તે ઉદ્દેશથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશભરમાં ઉજવણી (Celebration ) કરવામાં આવે છે અને સુરતમાં પણ પોલીસ અને કતારગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ટોબેકો હોળી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે રાજકોટ સંસ્થાના 75 વર્ષે અમૃત મહોત્સવના ઉપક્રમે ગુરુકુલના વિવધ વિસ્તારોમાં વ્યસન મુક્તિ અભિયાન સંતો અને યુવાનો ચલાવી રહ્યા છે. જેમાં માણસોને સારી સમજણ મળતા વ્યસન મુકત બની પોતાનું જીવન પરિવારને તંદુરસ્ત તથા સુસંસ્કારવાન બનાવી રહ્યા છે.

આજ નો દિવસ 31મી વિશ્વ ટોબેકો નિષેધ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે ત્યાં સુરતમાં ઉજવણી કરવામાં આવી સુરત શહેરના વેડરોડ સ્વામનારાયણ ગુરુકુળમાં હાય રે તમાકુ, મે તને રાખી, તે મને ન રાખ્યો, જેવા બેનરો સાથે યોજાયેલ વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતુ કે ભારતમાં 44 કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે. તેમાં 30 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે, લોકો એક અથવા બીજી રીતે આ તમાકુનો ઉપયોગ કરતા હોય છે. તેમાં 60 ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓનો ભાગ હોય છે.

વિશ્વમાં દર વર્ષે ત્રણ કરોડ લોકો મોતને ઘાટ ઉતરે છે. તે પૈકી દસ ટકા એટલે 33 લાખ લોકો તમાકુના ધ્રુમપાનથી મૃત્યુને ભેટે છે. આમ લોકો તમાકુ થી દુર રહે તે માટે ઠેર ઠેર પ્રયાસો કરવામાં આવે છે કારણ કે દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાં ખુનથી 40 ગણા આત્મહત્યાથી 30 ગણા અને ડાયાબિટીસથી 18 ગણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાથે આ કાર્યક્રમમાં સુરત પોલીસ પણ સહભાગી બની હતી. જેમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર આર.આર. આહીરે બીડી, સિગારેટ તમાકુ, ગુટખા, માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બીડી. સિગારેટ ગુટખા વગેરેને અગ્નિદાહ આપી જીવનમાંથી પણ દૈત્યને સદાને માટે તિલાજંલી આપવાની શીખ આપી હતી. તમાકુની આડઅસર કેટલી થાય તે બીમારી થયા બાદ જ ખ્યાલ આવે કે કેટલું મોટું નુકસાન કારક છે.

Next Article