Surat : સુરત બનશે ‘ઝુંપડપટ્ટી મુક્ત’, વધુ 14,803 આવાસ બનાવવા કોર્પોરેશને કમર કસી

|

Dec 06, 2021 | 2:15 PM

હાલ ફોર્મ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે વધુ 14803 આવાસ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. જે પૈકી 2459 આવાસોનું ફાઉન્ડેશનનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.

Surat : સુરત બનશે ઝુંપડપટ્ટી મુક્ત, વધુ 14,803 આવાસ બનાવવા કોર્પોરેશને કમર કસી
Surat Slum Free

Follow us on

પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhanmantri aavas yojna) હેઠળ નવા 14803 આવાસ બનાવવાનું આયોજન મનપા (SMC) દ્વારા કરવામાં આવ્યું છે. 5,994 આવાસો માટે ટેન્ડર ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી 2,459 આવાસોની કામગીરી પ્રગતિ હેઠળ છે, જયારે 8809 આવાસ બનાવવા માટે ડીપીઆર (ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ) બનાવવાની મંજુરી આપવામાં આવી છે.

14803 પૈકી 5994 આવાસોની કામગીરી એક વર્ષમાં પુર્ણ કરવાનો નિર્ધાર મનપા દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેરને સ્લમ ફ્રી સીટી બનાવવા ઉપરાંત ઘર વિહોણા લોકોનું ઘરનું સપનું સાકાર કરવા માટે સુરત મનપા દ્વારા વિવિધ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ 11 જેટલા લોકેશન પર સાકાર કરવામાં આવેલા 8279 આવાસોની ફાળવણી કરવા માટે તાજેતરમાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ફોર્મ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે વધુ 14803 આવાસ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. જે પૈકી 2459 આવાસોનું ફાઉન્ડેશનનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. જયારે408 આવાસોના એન્વાયરોમેન્ટ કલીઅરન્સની મંજુરી માંગવામાં આવી છે. આ ઉપરાંત 336 આવાસોના પ્લાનિંગની મંજુરી માંગવામાં આવી છે. ત્રણ સ્થળે સાકાર થનારા 2140 આવાસોના ટેન્ડર મંજુર કરવાની પ્રક્રીયા ચાલી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જયારે 651 આવાસ માટેના ટેન્ડરો રીઇન્વાઇટેડ કરવામાં આવી રહ્યા છે. કુલ 14803 આવાસો પૈકી 5994 આવાસોનું કામ એક વર્ષમાં પુર્ણ કરવાનો નિર્ધાર મનપા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે 8809 આવાસ બનાવવા માટે તેનો ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડીપીઆર મંજુર થતાની સાથે જ ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.

વધુ 12 હજારથી વધુ આવાસો બનાવવાનું આયોજન આવાસો ફાળવવાની શરૂઆત મનપા દ્વારા ટેનામેન્ટથી કરવામાં આવી હતી. અત્યાર સુધી મનપા દ્વારા 6465 ટેનામેન્ટ, 372 વામ્બે, 113 એલઆઇજી, 7424 ઇડબ્લ્યુએસ, 46856 જેનયુઆરએમ, 8721 મુખ્યમંત્રી ગૃહ યોજના અને 12549 વડાપ્રધાન આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવ્યા છે. જયારે 12388 આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટાભાગના આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. સૌથી વધુ મનપાના કતારગામ ઝોનમાં 26705 આવાસો બનાવવામાં આવ્યા છે. જયારે સૌથી ઓછા 52 આવાસો મનપાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : Surat : GST દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત

આ પણ વાંચો : SURAT : રાજયમાં ઑમિક્રૉનની દસ્તક, પરંતુ રેલવે વિભાગ-મનપા તંત્રની ઘોર બેદરકારી

Published On - 1:50 pm, Mon, 6 December 21

Next Article