AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત પોલીસ હવે રહેશે સુરતીઓની સેવામાં, પોલીસ કમિશનરે પોલીસ જવાનોને આપ્યો નવો રોલ

સુરત (Surat) પોલીસ સુરતીઓની સેવામાં કામ કરતી જોવા મળશે. જેથી લોકો અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાત્તાવારણ ઉભું થાય અને આ રીતે શહેરમાં કાયદા વ્યવસ્થા બાબતે સુગમભર્યું વાતાવરણ જળવાઈ રહે.

સુરત પોલીસ હવે રહેશે સુરતીઓની સેવામાં, પોલીસ કમિશનરે પોલીસ જવાનોને આપ્યો નવો રોલ
Surat City Police (File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 03, 2022 | 10:13 PM
Share

પોલીસનું(Police) કામ આમ તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હોય છે. ગુનાખોરી કાબુમાં રહે અને ગુનેગારો પર પણ અંકુશ રહે તે જોવાનું કામ પોલીસ કરતી હોય છે પણ સુરત પોલીસ (Surat Police) આ કામગીરીથી એક કદમ આગળ વધીને કામ કરવા માટે જાણીતી છે. તાજેતરમાં જ સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસમાં ફરજ બજાવતા તમામ જવાનોને સૂચના આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે પોલીસ ફરજની સાથે સાથે શહેરીજનોનો પોલીસ તંત્ર પર વિશ્વાસ જળવાય અને પોલીસ તેમજ પ્રજા વચ્ચે સમજણનો એક સેતુ બંધાય તે દિશામાં પણ દરેક પોલીસ જવાન કાર્ય કરે.

સુરત પોલીસ દ્વારા આ માટે સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવવામાં આવે છે. પરંતુ હવે શહેર પોલીસના તમામ જવાનોને આ બાબત પર વિશેષ ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે. લોકોમાં પોલીસનો ડર નહીં પણ વિશ્વાસ જોવા મળે તેવું વાતાવરણ ઉભું કરવા સુરત પોલીસ કટીબદ્ધ બની છે. શહેર પોલીસ કમિશનરે સુરતના પોલીસના જવાનોને પ્રજામાં તેઓ સેવા માટે હાજર છે તેવી રીતે ફરજ બજાવવા જણાવ્યું છે.

તેનું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું, જ્યારે અનુવ્રત દ્વાર પાસે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશ રાઠોડ તથા એલ આર કોમલબેન અન્ય બે ટીઆરબી જવાનોએ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવા જઈ રહેલા એક યુવકને બચાવ્યો હતો અને તેને પોલીસ મથકમાં લઈ જઈ યોગ્ય સમજણ આપી હતી. જીવ બચાવવાની સાથે હતાશ ન થવાની સલાહ આપી પરિવારને બોલાવીને યુવકને તેના પરિવારને સલામત રીતે પરત સોંપ્યો હતો. સુરત પોલીસના આ હકારાત્મક અભિગમ જોઈને એક સારો સંદેશ શહેરીજનોમાં જઈ રહ્યો છે.

આમ સુરત પોલીસ સુરતીઓની સેવામા કામ કરતી જોવા મળશે. જેથી લોકો અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાત્તાવારણ ઉભું થાય અને આ રીતે શહેરમાં કાયદા વ્યવસ્થા બાબતે સુગમભર્યું વાતાવરણ જળવાઈ રહે. સુરતીઓ પણ સુરત પોલીસના આ પ્રયાસને ખુબ વધાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસને જોઈને લોકો ડર અનુભવતા હોય છે, પણ હવે આ નવા અભિગમ દ્વારા શહેર પોલીસ પોતાની ઇમેજ બદલવાનો પ્રયાસ કરવા જઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">