Surat : વૃધ્ધોને ઓનલાઈન ફ્રોડથી બચાવવા અને સાઇબર ક્રાઈમથી એલર્ટ કરવા સુરત પોલીસે યોજ્યો ખાસ સેમિનાર

|

Jun 23, 2022 | 1:57 PM

મોટી ઉંમરના(Age ) લોકો ને કોઈ ખાસ સોસીયલ મીડિયા બાબતે કોઈ નોલેજ ન હોવાના કારણે જે ફ્રોડ કોલ આવે છે તેમને તમામ વિગતો છે તે આપી દેતા હોય છે.

Surat : વૃધ્ધોને ઓનલાઈન ફ્રોડથી બચાવવા અને સાઇબર ક્રાઈમથી એલર્ટ કરવા સુરત પોલીસે યોજ્યો ખાસ સેમિનાર
Cyber Crime Seminar (File Image )

Follow us on

સુરત પોલીસ (Police ) દ્વારા હાલમાં વધી રહેલા સાયબર (Cyber ) ક્રાઇમના એક કેસો અને ચીટિંગના (Cheating )બનાવો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સેમિનાર અને લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત પોલીસ દ્વારા ખાસ કરીને વૃદ્ધ લોકો માટે એક સેમિનારનું આયોજન કર્યું અને તેમને online fraud થતા કઈ રીતે બચી શકાય અને કઈ રીતે સામનો કરવો આવા ચીટિંગના કોલ આવતા હોય તેવા લોકો સામે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાલમાં લોકો વધુને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેટલું સોશિયલ મીડિયાથી લોકોને ફાયદો થાય છે ત્યારે બીજી બાજુ તેનું મોટું નુકસાન પણ થતું જોવા મળે છે. તેમાં પણ સુરતની અંદર દરરોજ કોઈને કોઈ સોશિયલ મીડિયા અથવા સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.

સુરત પોલીસના ચોપડે જેટલા ગુનાઓ નોંધાય છે તેની અંદર સૌથી વધુ સાયબર ક્રાઇમનો ભોગ મોટી ઉંમરના લોકો વધારે ભોગ બનતા હોય છે. કારણ કે મોટી ઉંમરના લોકો ને કોઈ ખાસ સોસીયલ મીડિયા બાબતે કોઈ નોલેજ ન હોવાના કારણે જે ફ્રોડ કોલ આવે છે તેમને તમામ વિગતો છે તે આપી દેતા હોય છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

જેથી તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી જતા હોય છે જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક વૃદ્ધ લોકો સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેની અંદર મોટી સંખ્યામાં અલગ-અલગ સંસ્થાઓના સાથે જોડાયેલા વૃદ્ધ લોકો અને મહિલાઓ ભાગ લીધો હતો. આ સેમિનારમાં કેવી રીતે આ ગુનાઓ થી બચી શકાય તે માટે સુરત સાયબર ક્રાઈમના એસીપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાથે સુરત પોલીસ દ્વારા વૃદ્ધ લોકોને સંગીત વધુ પસંદ હોય તેમના માટે એક સંગીતમય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેની અંદર સુરત પોલીસ કમિશનર અજય તોમર સાથે સાઇબર ક્રાઇમના ડીસીપી, એસીપી અને પીઆઇ સાથે સ્થાનિક પોલીસના પણ હાજર રહી અને આ કાર્યક્રમમાં તમામ લોકોને માર્ગદર્શન અને પોતાના અનુભવો પણ કેટલાક લોકોએ વ્યક્ત કર્યા હતા.

Next Article