Surat : મોંઘી કાર લઈને ચોરી કરવા જતા બિહારના રોબિન હુડ તરીકે જાણીતા બનેલા ચોરને સુરત પોલીસે પકડી પાડ્યો

|

Aug 12, 2022 | 5:29 PM

મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ (Girlfriend ) રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરતો હોવાથી, તે ત્યાં રોબિનહુડ તરીકે પંકાયો હતો.

Surat : મોંઘી કાર લઈને ચોરી કરવા જતા બિહારના રોબિન હુડ તરીકે જાણીતા બનેલા ચોરને સુરત પોલીસે પકડી પાડ્યો
Crime branch nabbed accused (File Image )

Follow us on

સુરતમાં(Surat ) અલગ અલગ જગ્યાએ મોંઘી કાર(Car ) લઈને ચોરી કરતા બે ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે આ આરોપીઓ પાસે થી એક રિવોલ્વર પણ કબ્જે કરી અને એક મોંઘી કાર પણ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

મોંઘી કાર લઈને કરતો હતો ચોરી :

દીલ્હી,બેંગ્લોર પંજાબ અને બિહારમાં છેલ્લાં 10 વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જુલાઇ મહિનામાં તેણે ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી 6.61 લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેની પાસેથી એક પિસ્ટલ પણ પોલીસને મળી હતી.ગત ૨૭મીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં દાગીના, ચાંદીના વાંસણો, રોકડ અને મોંઘા બુટ સહિતની ચોરી થઇ હતી. હીરાના લેસર મશીનના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીએ સીસીટીવી ચેક કરતાં આખો મામલો બહાર આવ્યો હતો તેના આધારે પોલીસે તપાસ કરી હતી.

પોલીસે સીસીટીવી ના આધારે તપાસ કરતા ગાર્ડન તરફથી સ્લાઇડિંગ બારીના કાચ ખોલી પ્રવેશતો એક યુવાન દેખાઇ આવ્યો હતો. ચોરીની ટ્રીકથી જ પોલીસ સમજી ગઇ હતી કે આ કોઇ અઠંગ ચોર છે. પોલીસે આ બંગ્લા સુધી આવતા જતાં વાહનોના ફૂટેજ તપાસમાં એક કાર શંકાસ્પદ જણાઇ આવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

લીંબાયતના મદનપુરા વિસ્તારમાં આ કાર દેખાઇ આવતાં પોલીસે કાર સાથે બિહારના સીતામઢી જિલ્લાનાં જોગીયા ગામનાં 34 વર્ષીયમો. ઇરફાન ઉર્ફે ઉજાલે અખ્તર શેખ તથા બિહારના જ વતની અને હાલ હૈદરાબાદમાં રહેતાં મુજમ્મીલ ગુલામરસુલ શેખને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક કાર ઉપરાંત ચોરી કરેલાં 2.01 લાખની કિંમતનાં દાગીના તથા એક પિસ્ટલ અને એક કાર્ટિજ સાથે ઝડપી લીધો હતો.2017 માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી.

ગામમાં રોબિન હુડ તરીકે હતો જાણીતો :

મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિનહુડ તરીકે પંકાયો હતો. ગામના લોકો તેની પત્નીને જિલ્લા પરિષદ તરીકે ચૂંટી લાવ્યા હતા.

Next Article