SURAT: ‘એ ભાઈ, જરા દેખ કે ચલો’, સુરત પોલીસ સાઈકલ સવારને પણ ફટકારે છે મેમો!

|

May 27, 2021 | 10:07 PM

સુરત ટ્રાફિક પોલીસે અન્ય કોઈને નહીં પણ એક સાઈકલ સવારને મેમો ફટકાર્યો હતો. સુરતના સચિન વિસ્તારમાં રોંગ સાઈડ પર સાઈકલ ચલાવી રહેલા વ્યક્તિને અટકાવીને તેને નિયમનું ભાન કરાવવા તેને દંડ આપવામાં આવ્યો હતો

SURAT: એ ભાઈ, જરા દેખ કે ચલો, સુરત પોલીસ સાઈકલ સવારને પણ ફટકારે છે મેમો!

Follow us on

SURAT: તાજેતરમાં જ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોમાં ટ્રાફિકના નિયમો વિશે જાણે અને તેનું પાલન કરવા જાગૃત બને તે માટે એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે, તેની જાણકારી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા. એટલું જ નહીં હવે દંડ ઉઘરાવવા માટે સુરત ટ્રાફિક પોલીસે ડિજિટલ રસ્તો પણ અપનાવ્યો છે. કેશલેસ બનીને હવે ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનથી દંડ ઉઘરાવે છે.

 

ત્યારે આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુરત ટ્રાફિક પોલીસે અન્ય કોઈને નહીં પણ એક સાઈકલ સવારને મેમો ફટકાર્યો હતો. સુરતના સચિન વિસ્તારમાં રોંગ સાઈડ પર સાઈકલ ચલાવી રહેલા વ્યક્તિને અટકાવીને તેને નિયમનું ભાન કરાવવા તેને દંડ આપવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

SURAT : એ ભાઈ, જરા દેખ કે ચલો ! સુરત પોલીસ સાઇકલ સવારને પણ ફટકારે છે મેમો !!

 

 

આપેલા મેમોમાં જણાઈ આવે છે જેમાં વાહનનો પ્રકાર સાઈકલ છે અને ગુનાની હકીકત રોંગ સાઈડ ચલાવવા માટેની છે. એટલે કે સાઈકલ ચલાવનાર વ્યક્તિને અટકાવીને તેની પાસે રોંગ સાઈડ સાઈકલ ચલાવવા બદલ મેમો આપવામાં આવ્યો હતો.

 

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ 1500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ કિસ્સામાં સાઈકલ સવાર અને પોલીસ બંનેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થયો ન હતો.

 

જોકે સોશિયલ મીડિયામાં આ મેમો વાયરલ થયો હતો, ત્યારે લોકોએ પોલીસની આ કામગીરીની નિંદા પણ કરી હતી. એક બાજુ ગરીબ પરિવારો આ સમયમાં આર્થિક તંગી અનુભવી રહ્યા છે તેવા સમયે પોલીસ નિયમ માટે આ પ્રકારની કામગીરીમાં સાઈકલ સવારને પણ બક્ષતી નથી તેવી ચર્ચા પણ ઉઠી છે.

 

આ પણ વાંચો : Surat: શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ એક દર્દીનું મોત

Next Article