Surat: હડતાલ પર બેસેલા વકીલો પર કાર ચડાવી દેવાનો કેસઃ 23 વર્ષ બાદ સમન્સ કાઢવા હુકમ

|

Feb 10, 2022 | 12:54 PM

સુરત કોર્ટ સંકુલમાં જાન્યુઆરી 1999 દરમિયાન વકીલોની હડતાળ વખતે ડીવાયએસવી વાય.એમ.ચુડાસમાએ ફરીયાદી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ધર્મેષ સોપારીવાળા તથા નયલ ચુખવાળાને કોર્ટ કમ્પાઉન્ડની બહાર બોલાવી પોતાની ટાટા સીયેરા કાર તેમના પર ચલાવી દીધી હતી

Surat: હડતાલ પર બેસેલા વકીલો પર કાર ચડાવી દેવાનો કેસઃ  23 વર્ષ બાદ સમન્સ કાઢવા હુકમ
File photo

Follow us on

સુરત શહેરમાં આજથી 23 વર્ષ પહેલાં કોર્ટ સંકુલમાં વકીલોની હડતાળ દરમિયાન સીનીયર વકીલો પર કાર ચડાની ઈજા પહોંચાડવાના ગુનામાં તાત્કાલિક ડીવાયએસપી વાય.એમ. ચુડાસમા સામે એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કીર્તી કુમાર મનોજકુમાર ગોહેલે 11 માર્ચના રોજનું સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે. અધિકારી સામે ગુનો બનતો ન હોવાથી પોલીસે ભરેલી સી- સમરી કોર્ટે નામંજુર કરી હતી.

સુરત કોર્ટ સંકુલમાં જાન્યુઆરી 1999 દરમિયાન વકીલોની હડતાળ દરમિયાન ડીવાયએસપી વાય.એમ.ચુડાસમાએ ફરીયાદી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ધર્મેષ સોપારીવાળા તથા નયલ ચુખવાળાને કોર્ટ કમ્પાઉન્ડની બહાર બોલાવી પોતાની કાર ટાટા સીયેરા તેમના પર ચલાવી દીધી હતી.

જેથી ફરિયાદને સમર્થનકારી જુબાની આપી હતી. પણ તપાસ અધિકારીએ માત્ર ફરીયાદી તથા ધર્મેશ સોપારીવાળાને ઈજા થઈ હતી. તે અંગે ડીવાયએસની વિરુધ ઈપીકો – 279,309, તથા 506 મુજબ ફરીયાદ નોંઘાવાઈ હતી. કેસ કાર્યવાહી દરમિયાન સાક્ષી તરીકે ઈજાગ્રસ્ત સહિત આસિત મહેતા, સંજય દેસાઈ, ઈસ્તિયાક પઠાણ, બાબુ પઠાણ અને નયન સુખડવાલાએ સાક્ષી વકીલો હોવાને કારણસર સમર્થનકારી જુબાની હોવાનું કારણ તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસ સાક્ષીઓ અને લારી – ગલ્લાઓવાળાએએ ફરિયાદને સમર્થન આપ્યું ન હોવાને કારણ સાથે સી- સમરી ભરી હતી. જેમાં ડીવાયએસપી સામે ગુનો બનતો નથી તેનો રીપોર્ટ કરાયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ કેસમાં સીઆરપી- 190(1) બી મુજબ આરોપી વિરુધ ગુનો બનતો હોવાનું જણાઈ આવતું હોવાથી કોર્ટે સી- સમરીનો રીપોર્ટ નકારી આરોપી ડીવાયએસપી વાય.એમ. ચુડાસમા વિરુધ ક્રિમીનલ કેસ નોંધીને પ્રોસેસ ઈસ્યુ કરવા હુકમકર્યો હતો.

પુરાવાનો જથ્થો નહીં પણ ગુણવત્તા મહત્વનીઃ કોર્ટ

કોર્ટે જણાવ્યું હતુ કે ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ માત્ર ફરીયાદી કે ઈજા પામનારની જુબાનીને આધારે આરોપીને દોષી ઠરાવી શકાય છે. પુરાવાનો જથ્થો નહીં પણ ગુણવત્તા મહત્વની છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપી ઉચ્ચ અધિકારી છે તેથી તેની સામે નીચેનો કોઈ કર્મચારી નિવેદન ન જ આપે.

આ પણ વાંચોઃ Surat : 20 હજાર લીટર બાયોડીઝલના જથ્થા સહિત ત્રણ લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !

Next Article