Surat : આગોતરું આયોજન, સુરતના મહત્વપૂર્ણ કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને આખરે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી

|

Apr 19, 2022 | 8:12 PM

સુરત(Surat) તાપી નદી પર સાકાર થનાર કન્વેશનલ બેરેજની કામગીરી માટે ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પહેલા તબક્કાની કામગીરીમાં હાઈડ્રોગ્રાફિક, ટોપોગ્રાફિક સર્વે, ઈનવેસ્ટીગેશન, બેરેજની ડિઝાઈન, સરકારી તથા અન્ય વિભાગોની મંજુરી અને ત્યારબાદ તાપી નદીના તળભાગના જીઓટેક્નિકલ ઈન્વેસ્ટીગેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

Surat : આગોતરું આયોજન, સુરતના મહત્વપૂર્ણ કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને આખરે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
surat Tapi River Conventational Barrage Project (File Image)

Follow us on

એક દાયકા કરતાં વધારે સમયથી કાગળ પર દોડી રહેલા સુરતના(Surat) સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા કન્વેશનલ બેરેજની(Conventional Barrage) ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આજે સાંજે આ સંદર્ભે સ્થાયી સમિતિ(Standing Committee) દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ તબક્કાની કામગીરી માટે 698 કરોડના અંદાજ સામે 941.71 કરોડ રૂપિયાના લોએસ્ટ ભાવની યુનિક કન્સ્ટ્રકશન દ્વારા ઓફર આપવામાં આવી છે. જ્યારે એક અન્ય ટેન્ડરર દ્વારા આ જ કામગીરી માટે 972 કરોડ રૂપિયાની ઓફર મુકવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચુંટણીને પગલે આ પ્રોજેક્ટની વહેલી તકે સાકાર કરવા માટે શાસકો પણ હવે મંજુરીની મ્હોર મારી છે.હાલમાં જ સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા રૂંઢ અને ભાઠા વચ્ચે તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ માટે વહીવટી મંજુરી બાદ હવે આ અંગેની દરખાસ્ત આજે સાંજે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી હતી.

કન્વેશનલ બેરેજ માટે તંત્ર દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી

સુરત માટે ખુબ જ મહત્વપૂર્ણ એવા આ પ્રોજેક્ટમાં અનેક પ્રકારના જોખમ હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા સવિશેષ તકેદારી રાખવામાં આવી છે. જેને પગલે ટેન્ડરર દ્વારા તમામ પ્રકારના સર્વે સહિતના રિપોર્ટ મેળવવાના રહેશે. ત્રણ અલગ – અલગ તબક્કાની કામગીરીને પગલે પણ ટેન્ડરરની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતની આગામી સમયમાં વસ્તી અને ઔદ્યોગિક જરૂરિયાતને ધ્યાને રાખીને પાણીની તાતી આવશ્યકતાને પગલે કન્વેશનલ બેરેજ માટે તંત્ર દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.

ટેન્ડરમાં વહીવટી તંત્ર દ્વારા 697 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો

મહત્વાકાંક્ષી એવા આ પ્રોજેક્ટ માટે અલગ – અલગ પ્રકારના સર્વે, જીઓનેટિકલ ઈન્વેસ્ટિગેશન, પુરની સંભાવના અને તેના આનુસાંગિક પાષાઓને ધ્યાને રાખીને મહાનગર પાલિકા દ્વારા ટેન્ડરનો ડ્રાફ્ટ એસવીએનઆઈટી પાસે તૈયાર કરાવવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ગાંધીનગરની વાપસોક અને કસાડ કન્સલ્ટન્ટ પાસે પણ સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફાઈનલ મંજુરી મેળવવામાં આવી હતી. ટેન્ડરમાં વહીવટી તંત્ર દ્વારા 697 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જેમાં પાર્ટ – એમાં હાઈડ્રોગ્રાફિક, ટોપોગ્રાફિક સર્વે, ઈન્વેસ્ટિગેશન, મોડેલ રન અને વિવિધ સરકારી વિભાગોની મંજુરીનો સમાવેશ કરવામાં આવ્યોછે. જ્યારે બીજા તબક્કાની કામગીરીમાં બેરેજ અને તેના પર સાકાર થનારા બ્રિજની કામગીરી અને અંતિમ તબક્કાની કામગીરીમાં બેરેજના સંચાલક સહિત રીપેરીંગ માટે 10 વર્ષના કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આજે સાંજે સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત પર શાસકો દ્વારા મંજુરીની મ્હોર મારવામાં આવી છે. એક તરફ આગામી વિધાનસભાની ચુંટણીને પગલે બેરેજ પ્રોજેક્ટની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટે પણ શાસકોમાં પણ ઉત્સાહ સાતમા આસમાને હોવાની ચર્ચા છે. આ સ્થિતિમાં હવે નજીકના ભવિષ્યમાં રૂંઢ અને ભાઠા વચ્ચે સુરતીઓની વર્ષો જુની કન્વેશનલ બેરેજની યોજના સાર્થક સાબિત થશે.

ત્રણ ભાગમાં કામગીરી હાથ ધરાશે

તાપી નદી પર સાકાર થનાર કન્વેશનલ બેરેજની કામગીરી માટે ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પહેલા તબક્કાની કામગીરીમાં હાઈડ્રોગ્રાફિક, ટોપોગ્રાફિક સર્વે, ઈનવેસ્ટીગેશન, બેરેજની ડિઝાઈન, સરકારી તથા અન્ય વિભાગોની મંજુરી અને ત્યારબાદ તાપી નદીના તળભાગના જીઓટેક્નિકલ ઈન્વેસ્ટીગેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રિલીમીનરી વર્ક એન્ડ મોબીલાઈઝેશન, જીઓટેક્નિકલ ઈન્વેસ્ટીગેશન, સંભવિત પુરને ધ્યાને રાખીને ફ્લડ એસ્ટીમેશન એન્ડ મોડેલીંગ અને અન્ય પરીક્ષા તથા પ્રફુ ચેકિંગ સહિત સરકારી સંસ્થાઓની મંજુરીનો સમાવેશ કરવામાં આવ્યોછે. જ્યારે બીજા તબક્કાની કામગીરીમાં બેરેજના બાંધકામ અને ત્રીજા તબક્કાની કામગીરીમાં બેરેજના સંચાલન અને મરામતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

36 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે

સુરત મહાનગર પાલિકા દ્વારા રૂંઢ – ભાઠા પાસે સુચિત કન્વેન્શનલ બરાજ માટે હાથ ધરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન સમગ્ર કામગીરીની સમય મર્યાદા 36 મહિના નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ચોમાસાની ઋતુનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 698 કરોડ રૂપિયાના અંદાજીત રકમના ટેન્ડરમાં બે સંસ્થાઓએ ભાગ લીધો હતો. જે પૈકી યુનિક કન્સ્ટ્રક્શન સુરત દ્વારા 941 કરોડ રૂપિયાનો સૌથો ઓછા ભાવ આપવામાં આવ્યો હતો. જેના પર શાસકોએ મંજૂરીની મહોર મારી છે.

કન્વેશનલ બેરેજની મુખ્ય વિશેષતાઓ

  1. 100 વર્ષના ડેટા મુજબ 10.52 લાખ ક્યુસેકના પુર માટે ડિઝાઈન
  2. ઉપરવાસમાં સિંગણપોર વિયર સુધી આશરે 10 કિલોમીટરની લંબાઈનું જળ સરોવર
  3. કન્વેશનલ બેરેજના સ્ટ્રક્ચરની કુલ લંબાઈ 1036 મીટર.
  4. 15 મીટર પહોળા અને સાત મીટરની ઉંચાઈ ધરાવતાં કુલ 60 વર્ટીકલ ઓપરેટેડ ગેટ્સ.

સુરતની વસ્તી 2033માં 1.17 કરોડને આંબશે

હાલ સુરત શહેરમાં 75 લાખથી વધુ વસ્તી નોંધાવા પામી છે અને સમગ્ર વિશ્વમાં વસ્તીના વિકાસની દ્રષ્ટિએ સુરત શહેર ચોથા ક્રમે પહોંચ્યુ છે. અલબત્ત, 2033માં સુરત શહેરની વસ્તી 1.17 કરોડને પાર કરી જાય તેવી શક્યતાઓને પગલે કન્વેશનલ બેરેજ શહેરીજનો માટે પીવાના પાણીના સ્ત્રોત માટે ખુબ જ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. સતત વધતી વસ્તીને પગલે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે 1995માં સિંગણપોર ખાતે બાંધવામાં આવેલ વિયર કમ કોઝવેના નિર્માણ બાદ હવે કન્વેન્શનલ બેરેજને પગલે અઠવા, અડાજણ, ઉમરા સહિતના વિસ્તારોમાં વધતી જતી ભૂગર્ભ જળની ખારાશ પર અંકુશ મેળવવા માટે જળસ્તરમાં પણ વધારો થશે.

બીજી તરફ બેરેજના નિર્માણને પગલે તાપી નદીમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની યોજના પણ એક ડગલું આગળ વધી શકે છે. આ સિવાય સિંગણપોર વિયરના નીચાણવાળા વિસ્તારમાં સમુદ્રની ભરતીને કારણે સતત વધી રહેલા સીલ્ટીંગ અને પ્રદૂષણ પર પણ કાબુ મેળવવામાં ખુબ જ કારગર સાબિત થશે.

આ પણ વાંચો :  Kutch : ખેડુતોનું દુધઇ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ, નહી તો આંદોલનની ચીમકી  

આ પણ વાંચો :  Ahmedabad: 16 મહિનાના બાળકના ફેફસાની દુર્લભ ગાંઠ સર્જરી કરી ડોકટરોએ દૂર કરી, બાળકને નવજીવન બક્ષ્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:02 pm, Tue, 19 April 22

Next Article