Surat : દક્ષિણ ગુજરાતના પ્રોસેસર્સ એસોસિયેશન હવે વિદેશોમાંથી સીધો કોલસો આયાત કરશે

|

Mar 31, 2022 | 8:16 AM

પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા કોલસો વિદેશમાંથી સીધો મંગાવવામાં આવેશે જેના કારણે આ કોલસો પ્રોસેસસીને લગભગ ટન દીઠ રૂા .1500 થી 2000 રૂપિયા સુધી સસ્તો પડશે . જેનો સીધો લાભ પ્રોસેસર્સોને વેપારમાં થશે .

Surat : દક્ષિણ ગુજરાતના પ્રોસેસર્સ એસોસિયેશન હવે વિદેશોમાંથી સીધો કોલસો આયાત કરશે
Textile Industry Surat (File Image )

Follow us on

સુરત (Surat )સહિત દક્ષિણ ગુજરાતની પ્રોસેસર્સ ઈન્ડસ્ટ્રીઝ માટે વર્તમાન સમયે કોલસાના ભાવો (Rate ) વધતા કોલસો(Coal ) ખરીદવો મોંઘો પડી રહ્યો હોવાથી હવે પ્રોસેસર્સો દ્વારા કોલસો જાતે જ આયાત કરવાની દિશામાં પગલું ભરાયું છે જે અંતર્ગત પ્રોસેસર્સ એસો.ને હજીરાના કૃભકો પોર્ટ પરથી કોલસો આયાત કરવાની પરવાનગી મળી ગઈ હોવાનું જાણવા મળે છે . પ્રાપ્ત વિગતો મુજબ વિવિધ પરિબળોને કારણે વિદેશથી આયાત થતો કોલસો સ્થાનિક ઉદ્યોગકારોને મોંઘો પડી રહ્યો છે જેને કારણે પ્રોસેસર્સ (Processors)ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં પણ વેપાર માટે મુશ્કેલી પડી રહી હોવાથી હવે કોલસાના વધતા ભાવો સામે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા નવી નીતિ બનાવવામાં આવી છે જે મુજબ આયાતી કોલસો હવે દક્ષિણ ગુજરાતના સપ્લાયર પાસેથી ખરીદવાને બદલે જે તે દેશમાંથી સીધો જ મંગાવીને ઉપયોગ કરવાની પહેલ કરવામાં આવી છે .

આ માટે પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા મલેશિયા સહિત અન્ય દેશમાંથી કોલસો સુરત આયાત કરવા માટેની પરવાનગી હજીરાની કૃભકો પોર્ટ પરથી માગવામાં આવી હતી જે પરવાનગી પ્રોસેસર્સ એસો.ને મળી ગઈ છે . તેથી હવે આગામી સમયમાં પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા જે દેશમાંથી કોલસો સસ્તો મળશે એ દેશમાંથી કોલસો સીધો આયાત કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની ડાઈંગ પ્રિન્ટીંગ મિલોમાં વાપરવામાં આવશે . વધુમાં વિગતો મુજબ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા જે દેશમાંથી કોલસો સસ્તો પડશે એ દેશમાંથી કોલસો આયાત કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે એ ટીમના સર્વેના આધારે કોલસાનો આયાત તથા સ્થાનિક વપરાશનો નિર્ણય કરવામાં આવશે .

કોલસો સપ્લાયરને બદલે સીધો મંગાવાથી 2 હજાર સુધીનો ફાયદો મળી શકશે

રશિયા – યુક્રેન યુદ્ધ સહિત અન્ય વૈશ્વિક પરિબળોને કારણે કોલસાના ભાવોમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 100 ટકા જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે . તેથી હવે પ્રોસેસર્સોને આયાતી કોલસો સપ્લાયર મારફતે ખરીદવો મોંઘો પડતો હોવાથી પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા કોલસો વિદેશમાંથી સીધો મંગાવવામાં આવેશે જેના કારણે આ કોલસો પ્રોસેસસીને લગભગ ટન દીઠ રૂા .1500 થી 2000 રૂપિયા સુધી સસ્તો પડશે . જેનો સીધો લાભ પ્રોસેસર્સોને વેપારમાં થશે .

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાંચો :

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામેદાર બની, આપના વર્તમાન અને ભૂતપૂર્વ નગરસેવક વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગ બાબતે હોબાળો

Surat : જાહેરમાં રેગીંગ કરનાર સિનિયર તબીબો નિર્દોષ પુરવાર થવાની સંભાવના, કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો

Next Article