Surat : માંડવીમાં હવે ATM ને તસ્કરોએ બનાવ્યું નિશાન, ATM તોડવાનો પ્રયાસ કર્યો પણ હાથ રૂપિયો પણ ન લાગ્યો !

|

Jun 23, 2022 | 12:51 PM

ફરી એકવાર તસ્કરોએ પોલીસને (Police )પડકાર ફેંક્યો હોય તેમ હવે તેઓએ એટીએમને નિશાન બનાવી છે. આમ, એક પછી એક લૂંટ અને ચોરીના બનાવો બનતા સુરત ગ્રામ્ય પોલીસ માટે પણ પડકાર ઉભો થયો છે.

Surat : માંડવીમાં હવે ATM ને તસ્કરોએ બનાવ્યું નિશાન, ATM તોડવાનો પ્રયાસ કર્યો પણ હાથ રૂપિયો પણ ન લાગ્યો !
Smugglers tried to break ATMs but did not find a single rupee(File Image )

Follow us on

સુરત (Surat ) શહેરની સાથે સાથે જિલ્લામાં(District ) પણ તસ્કરો બેફામ બન્યા છે. થોડા દિવસો પહેલા જ કડોદરાની (Kadodara ) સુરત ડીસ્ટ્રીકટ બેન્કમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો. તે બાદ આજે ફરી એકવાર તસ્કરોએ સુરત ડીસ્ટ્રીકટ બેન્કને નિશાન બનાવી છે. આ વખતે ચોર તસ્કરોએ સુરત ડીસ્ટ્રીકટ બેન્કના એટીએમ ને નિશાન બનાવ્યું છે. સુરતના કિમ માંડવી રોડ પર આઈવલ સુરત ડીસ્ટ્રીકટ બેન્કના તડકેશ્વર વિસ્તારની શાખાના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,  જોકે એટીએમમાં રૂપિયા નહીં હોવાના કારણે તસ્કરોને કોઈપણ રોકડ રકમ હાથ લાગી ન હતું.

તસ્કરોએ એટીએમ તોડવાનો પણ પુરેપુરો પ્રયાસ કર્યો હતો. પણ તેમાં પણ તેઓ નિષ્ફ્ળ ગયા હતા. હાલ તો માંડવી પોલીસે એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોનું પગેરું મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે. નોંધનીય છે કે સુરત શહેરમાં તો ગુનાખોરીનું પ્રમાણ વધી જ રહ્યું છે પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરો બેફામ બન્યા છે.

લૂંટના બીજા ગુનાઓ વણઉકેલાયા :

થોડા સમય પહેલા સુરતના કડોદરા ગામે આવેલી સુરત ડીસ્ટ્રીકટ બેન્કમાં લૂંટારૃઓએ હાથ ફેરો કર્યો હતો. જેમાં પણ બેન્કની આ શાખામાં 6.83 લાખની મત્તાની લૂંટ ચલાવીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ લૂંટમાં આરોપી લૂંટ ચલાવીને બેન્ક બહાર ચાલતા દેખાયો હતો. અને તે બાદ તે સાઇકલ પર ફરાર થઇ જતા પણ દેખાયો હતો. પોલીસને હજી આ ગુનામાં સફળતા નથી મળી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જયારે બીજી એક ઘટનામાં બારડોલી તાલુકાના મોતા ગામમાં ગત 12મી ઓક્ટોબરે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાં એરગન જેવા હથિયાર બતાવી 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ત્રણ લૂંટારુઓ હલધરૂ ગામ તરફ ભાગ્યા હતા. ત્યારપછી પોલીસને તેનો કોઈ સુરાગ મળ્યો ન હતો અને હજુ પણ આ લૂંટની ઘટના વણઉકેલાયેલો છે.

પોલીસને ફેંક્યો પડકાર :

ત્યાં ફરી એકવાર તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ હવે તેઓએ એટીએમને નિશાન બનાવી છે. આમ, એક પછી એક લૂંટ અને ચોરીના બનાવો બનતા સુરત ગ્રામ્ય પોલીસ માટે પણ પડકાર ઉભો થયો છે. આ બધા ગુનામાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Input by Jignesh Mehta

Next Article