આ ચોર ગેંગની ક્રાઇમ કુંડળી કોઈ ફિલ્મ થી ઓછી નથી, ચોરી કરવામાં ફટકારી સદી, જાણો સમગ્ર વિગત
એક એવી ચોર ગેંગ વિશે વાત કરશું કે જેની કહાની કોઈ ફિલ્મ થી કમ નથી. આ ચોર ગેંગે ચોરીઓ કરવામાં પણ સદી ફટકારી લીધી છે. પોલીસ પણ ચોરનો ઇતિહાસ સાંભળી ચોકી ઉઠી છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ ચોરોની ધરપકડ પણ કરી છે. સુરતના એક મકાનમાં સતત બે રાત્રિના ચોરીના બનાવ બન્યા છે. પહેલા દિવસે લાખો રૂપિયાની રોકડની ચોરી કરી અને બીજા દિવસે દાગીનાની ચોરી કરી ચોર ફરાર થયા હતા.

સુરતના કતારગામ વિસ્તારમાં દિવાળીના સમયે એક મકાનમાં ચોરીનો બનાવો સામે આવ્યો હતો. ચોરીની ફરિયાદની તપાસ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ ચોરોની ધરપકડ કરી છે. પોલીસે આ ત્રણેય ચોરોની પૂછપરછ કરતા જે હકીકતો સામે આવી તે કોઈ ફિલ્મ કહાનીને પણ ટક્કર મારે જેવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરનાર આનંદ જેસંગ ઠાકોર અને તેનો પુત્ર હસમુખ ઠાકોર તેમજ તેના પિતરાઈ ભાઈ જયેશ અશોક ઠાકોરની ધરપકડ કરી છે. આ ગેંગ પાસેથી ચાર લાખ રૂપિયા રોકડા, એક નવી બાઈક, એક મોપેડ તથા 6.70 લાખના દાગીના સહિત 12.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા દિવાળીના તહેવાર ઉપર જે દિવસે મકાનમાં ચોરી કરી હતી તેના આગલે દિવસે પણ તેજ મકાન માંથી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. જોકે આ મકાનમાં હજી તિજોરી અને અન્ય સામાન પડેલો હોવાથી તેઓ બીજા દિવસે ફરીથી મકાનમાં ચોરી કરવા આવ્યા હતા. એટલે કે એક જ મકાનમાં સતત બે રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો.
પહેલા દિવસે જ્યારે રોકડ રકમની ચોરી કરી હતી જે બાદ હસમુખ ઠાકોરે ચોરીના પૈસા માંથી નવું બાઈક ખરીદ્યું હતું અને તે જ નવું બાઈક લઈને રાત્રિના ફરીથી ચોરીને અંજામ આપવા પહોંચ્યો હતો.
આ ચોર ત્રિપુટીની વાત કરીએ તો અત્યાર સુધી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં આ ચેન્જ ચોરીઓ કરતી હતી અને પોષ વિસ્તારમાં આવેલા બંગલા અને મકાનોને ટાર્ગેટ કરતી હતી. રાજકોટમાં આ ચોર ત્રિપુટી દ્વારા ચોરીના પૈસાથી એમજી હેક્ટર ગાડી પણ ખરીદી હતી.
દિવસે મોંઘીદાટ કારમાં ફરતા હતા અને રાતના ચોરીને અંજામ આપતા હતા. જોકે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આ ચોર ગેંગ અનેક વખત પોલીસને હાથે પકડાઈ ચૂકી હતી. જેથી આ ત્રિપુટીને મોટાભાગના પોલીસ કર્મચારીઓ ઓળખતા થઈ ગયા હતા. જેને કારણે તેઓએ પોતાની ચોરી કરવાનો કાર્યક્ષેત્ર બદલી અને સુરત આવી પહોંચ્યા હતા.
સુરતમાં પણ છેલ્લા થોડા સમયથી ચોરીઓને અંજામ આપવા લાગ્યા હતા. ફક્ત એટલું જ નહીં આ ચોર ત્રિપુટી એ ગુજરાત બહાર પણ ચોરીઓને અંજામ આપેલા છે. ચોર ત્રિપુટી દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત અને ગુજરાત બહાર નાની મોટી ચોરીઓ મળી 100 જેટલી ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે.
આ પણ વાંચો : સુરત પોલીસે GST ચોરી કરનારા કૌભાંડીઓનો કર્યો પર્દાફાશ, બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ
સુરતમાં થયેલી એક ચોરીની ફરિયાદે આ ચોર ત્રિપુટીને જેલના સળિયા પાછળ પહોંચાડી દીધા છે, પરંતુ હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ચોર ગેંગમાં વધુ કોઈ સભ્ય સામેલ છે કે કેમ અને સુરત તેમજ આસપાસના વિસ્તારોમાં આ ગેંગ દ્વારા અન્ય કોઈ ચોરી અને અંજામ આપેલો છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.