Surat: ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ, શરૂ કરાયા સેલ્ફ ડિફેન્સ ક્લાસ

ઘણા સમયથી દુર્ગાવાહિની દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને યુવતીઓ અને શારીરિક રીતે સજ્જ થવા માટે તાલીમ આપવામાં આવે છે

Surat: ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ, શરૂ કરાયા સેલ્ફ ડિફેન્સ ક્લાસ
દુર્ગાવાહિની સંગઠન દ્વારા ચલાવવામાં આવતું તાલીમ કેન્દ્ર
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 21, 2022 | 10:01 PM

Surat: શહેરમાં વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ અને છેડતીની બનાવો સામે આવી ચુક્યા છે (Crime against Women). ત્યારે હાલમાં જ પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે (Grishma Murder Case) . જેથી આવી ઘટના ફરી ન બને તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ કરતા હવે પોલીસ એલર્ટ થઈ છે. સુરત ખાતે હિન્દુ સંગઠન દુર્ગાવાહિની (Durgavahini) એ સક્રિય રીતે કામ કરવાની શરૂઆત કરી છે. જેમાં કોલેજમાં સ્કૂલમાં ભણતી યુવતીઓને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે પણ કોઇ યુવતીની છેડતી થતી હોય, હત્યા થતી હોય કે દુષ્કર્મની ઘટના સામે આવે છે ત્યારે તેમની સુરક્ષાને લઈને સમાજમાં ચિંતાનું મોજું ફરી વળતું હોય છે. દરેક વ્યક્તિ સાથે કોઈ સુરક્ષા આપવા માટે સાથે રહે તે શક્ય નથી. તેથી સ્વયંભૂ પોતાની રીતે પોતાની સુરક્ષા કરી શકે તેવી વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.

દરેક કઠિન પરિસ્થિતિમાં યુવતી પોતાની જાતની સુરક્ષા કરવામાં સક્ષમ બને તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી એ આજે મોટો પડકાર બન્યો છે. હિન્દુ સંગઠન અંતર્ગત કામ કરતી દુર્ગાવાહિનીનું લક્ષ્ય સમાજની તમામ યુવતીઓને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાનું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઘણા સમયથી દુર્ગાવાહિની દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને યુવતીઓ અને શારીરિક રીતે સજ્જ થવા માટે તાલીમ આપવામાં આવે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં દુર્ગાવાહિની દ્વારા યુવતીઓને રાયફલ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ યુવતીઓને કરાટે અને દંડ વડે પોતાની રક્ષા કરવા માટેની પણ તાલીમ આપવામાં આવી.

દુર્ગાવાહિની સંગઠન દ્વારા ચલાવવામાં આવેલી તાલીમ લેનાર ઋત્વીએ જણાવ્યું કે હું, પાંડેસરાની સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. અત્યારે જે રીતે સમાજમાં સતત ચર્ચાસ્પદ બનાવો બની રહ્યા છે અને યુવતીઓ વિદ્યાર્થિનીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે, ત્યારે પોતાની જ સુરક્ષા પોતે કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

પરિવારના લોકોને પણ અમારી સુરક્ષાને લઇને ચિંતા થાય છે ત્યારે દુર્ગાવાહિની દ્વારા જે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે તેમાં નિયમિત રીતે જાવ છું અને શારીરિક અને માનસિક રીતે તૈયાર થવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પ્રકારની શિબિરમાં અમને દંડ કેવી રીતે ચલાવવા તેમજ તેમાંના કેટલાક મહત્વના દાવ શીખવવામાં આવે છે કે જે કોઈપણ સ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકો.

આ તાલીમ કોઈને નુકસાન કરવા માટે નથી પરંતુ કોઈક તમને નુકશાન કરવામાં આવે ત્યારે તેની સામે કેવી રીતે લડવું તેના માટેની છે. હું અંગત રીતે હું માનું છું કે દરેક માતા-પિતાએ પણ પોતાના બાળકોને આવી તાલીમ આપવી જરૂરી છે.

આ પણ વાંચો: Surat: સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો, નકલી પોલીસ બની લોકો સાથે કરતા હતા ઠગાઈ

આ પણ વાંચો: Surat : ચેન્નાઇ સુપર કિંગ્સની ટિમ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી દેખાય તો નવાઈ નહીં

g clip-path="url(#clip0_868_265)">