AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સરોલી બ્રિજ છઠ્ઠા દિવસે પણ રિપેર નહીં થતા લોકોને ભારે હાલાકી

બ્રિજનો (Bridge ) એક ભાગ તૂટી પડ્યા બાદ સૌથી વધારે હેરાનગતિ સરોલી ગામના લોકોને થઇ છે. સરોલી ગામના લોકોને સુરત આવવાં માટે જોથાણવાળો માર્ગ લેવો પડે છે. જે ખુબ લાંબો પડે છે.

Surat : સરોલી બ્રિજ છઠ્ઠા દિવસે પણ રિપેર નહીં થતા લોકોને ભારે હાલાકી
Saroli Bridge is not repaired even on the sixth day, causing great distress to the people
| Updated on: Aug 22, 2022 | 2:02 PM
Share

ભારે વરસાદને (Rain )કારણે ગત તારીખ 17 ઓગસ્ટના રોજ ઓલપાડને (Olpad )સુરત સાથે જોડતા વર્ષો જૂનાં સરોલી (Saroli ) બ્રીજનો એક તરફનો ભાગ ધસી પડ્યો હતો. આ બ્રિજ તૂટ્યાને આજે 6ઠ્ઠો દિવસ થઇ ગયો છે પરંતુ હજી આજદિન સુઘી આ બ્રિજ ગ્રામજનો માટે શરૂ કરી શકાયો નથી. આ બ્રિજ છેલ્લા છ દિવસથી બંધ હોવાને કારણે લોકોને અન્ય માર્ગે ફરીને ઓલપાડથી સુરત આવવું પડી રહ્યું છે. હાલ સુરત આવવાં માટે જોથાણથી વરિયાવ થઈને સુરત તેમજ દાંડી માર્ગથી સુરત આવવાનો રસ્તો આપવામાં આવ્યો છે. જો કે આ રસ્તો પણ ઘણો સાંકડો હોવાથી ગામના લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ જહાંગીરપુરા તરફના છેડા પર સુરત પોલીસ દ્વારા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. પરંતુ વાહનચાલકોને જહાંગીરપુરાથી આગળ જવા દેવામાં આવતા નથી. ઓલપાડ તરફ બેરિકેટિંગ લગાવવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં લોકો સાહસ કરીને જહાંગીરપુરા સુધી પહોંચી જાય છે. કેટલાક લોકો જાહેરનામું હોવા છતાં બ્રિજ પર ચઢી જાય છે અને જહાંગીરપુરા પાસે પહોંચીને તેમને ટીઆરબી જવાનો રોકે છે અને એ લોકોને પરત જવાની સૂચના આપે છે.

હાલની જે પરિસ્થિતિ છે તે માટે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા જવાબદાર હોવાનો આક્ષેપ સરોલી ગામના લોકો કરી રહ્યા છે. એડિશનલ સિટી ઇજનેરે મેયર સામે એક દિવસમાં બ્રિજ શરૂ કરી દેવાશે એવી વાત ઘટનાના દિવસે કરી હતી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે બ્રિજનો ભાગ ધસી પડ્યાને આજે 6 દિવસ થઇ ગયા છે છતાં બ્રિજ શરૂ કરી શકાયો નથી. અધિકારીઓ પણ એ વાતથી અજાણ છે કે બ્રિજ ક્યારે શરૂ થશે.

બ્રિજનો આ ભાગ તૂટી પડ્યા બાદ સૌથી વધારે હેરાનગતિ સરોલી ગામના લોકોને થઇ છે. સરોલી ગામના લોકોને સુરત આવવાં માટે જોથાણવાળો માર્ગ લેવો પડે છે. જે ખુબ લાંબો પડે છે. અને આ રસ્તો પણ યોગ્ય ન હોવાથી તેમની હેરાનગતિમાં વધારો થયો છે.

હવે આ સરોલી બ્રિજનું સમારકામ ક્યારે પૂરું થશે તેનો જવાબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે નથી. આમ તો બ્રિજ સીટી સુરતમાં બ્રિજ સેલ સૌથી વધારે બ્રિજ બનાવવા માટે જાણીતું છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ બ્રીજનું રીપેરીંગ કામકાજ ક્યારે પૂર્ણ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">